ETV Bharat / bharat

આ ઘરગથ્થુ ઉપચાર સાથે સિઝનલ તાવથી મેળવો છૂટકારો

શિયાળાની ઋતુનું આગમન થઇ ચૂક્યું છે અને તેની સાથે જ સિઝનલ શરદી અને તાવ થવાની શક્યતાઓ પણ સર્જાઇ છે. મોસમમાં આવતા પલટાને કારણે તાવ આવે છે અને તાવના કારણે શરીરમાં થાક અને દુખાવાનો અનુભવ થાય છે.

આ ઘરગથ્થુ ઉપચાર સાથે સિઝનલ તાવથી મેળવો છૂટકારો
આ ઘરગથ્થુ ઉપચાર સાથે સિઝનલ તાવથી મેળવો છૂટકારો
author img

By

Published : Nov 16, 2020, 9:50 PM IST

ન્યૂઝ ડેસ્કઃ શિયાળાની ઋતુનું આગમન થઇ ચૂક્યું છે અને તેની સાથે જ સિઝનલ શરદી અને તાવ થવાની શક્યતાઓ પણ સર્જાઇ છે. મોસમમાં આવતા પલટાને કારણે તાવ આવે છે અને તાવના કારણે શરીરમાં થાક અને દુખાવાનો અનુભવ થાય છે. આ લક્ષણો અનુભવાય, તે સાથે જ આપણે તરત ડોક્ટર પાસે દોડી જઇએ છીએ અને દવા લેવાનું શરૂ કરી દઇએ છીએ. પણ સામાન્યપણે આપણે એ હકીકત અવગણીએ છીએ કે, રાસાયણિક પ્રક્રિયાથી તૈયાર કરવામાં આવેલી તે દવાઓની આડઅસરો પણ હોઇ શકે છે. આથી, અત્યંત ઓછી કે નહિવત્ આડઅસરો ધરાવતો ઇલાજ ઘરના રસોડામાંથી જ મળી રહે છે. એવા ઘણા મસાલા અને ખાદ્ય પદાર્થો છે, જે શરદી અને તાવ મટાડે છે અને સાથે જ તમારી રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે છે. આ પૈકીની કેટલીક ઘરેલૂ ઔષધિઓ આ પ્રમાણે છેઃ

આદુ

આદુ
આદુ

આદુમાં રહેલા એન્ટિવાઇરલ અને એન્ટિબેક્ટેરિયલ ગુણોને કારણે તે હંમેશાથી ભારતીય રસોડાની એક મહત્વની સામગ્રી રહ્યું છે. આદુ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં તથા વિવિધ પ્રકારનાં ઇન્ફેક્શન્સને ઘટાડવામાં મદદરૂપ થાય છે. શાકભાજી હોય કે પીણું, આદુ લગભગ દરેક ડિશ કે પીણા, ખાસ કરીને ચાની લિજ્જત વધારી દે છે. આદુને છીણીને તેને પાણીમાં ઉકાળો. ત્યાર પછી આ મિશ્રણમાં મધ ભેળવીને પી જવું. તેનાથી તાવ અને શરદીમાં રાહત થાય છે. આ પીણાને વધુ અસરકારક બનાવવા માટે તમે તેમાં થોડું લીંબુ પણ નીચોવી શકો.

તુલસી

તુલસી
તુલસી

તુલસીમાં રહેલા ઔષધીય ગુણોને કારણે માત્ર ઘરગથ્થુ ઉપચારમાં જ નહીં, બલ્કે આયુર્વાદમાં પણ તેને એક મહત્વપૂર્ણ ઔષધિ ગણાવવામાં આવી છે. તુલસીનાં પાનની એન્ટિબાયોટિક્સ સાથે તુલના કરવામાં આવે છે. મોસમી તાવમાંથી રાહત મેળવવા માટે એક ચમચી આદુ અને એક મુઠ્ઠી તુલસીનાં પાન લઇને પાણીમાં નાંખીને ઉકાળવું. પાણી ઉકળીને અડધું થઇ જાય, તે પછી તે પી જવું. જો મધનો સ્વાદ પસંદ હોય, તો ઉકાળો આંચ પરથી ઉતારી લીધા બાદ તેમાં મધ પણ ઉમેરી શકાય. મોસમી તાવ આવતો હોય, ત્યારે આ ઉકાળો દિવસમાં ચારથી પાંચ વખત પીવાથી ઘણો ફાયદો થાય છે.

લસણ

લસણ
લસણ

તુલસીની માફક જ લસણને પણ તેના ઔષધીય ગુણોને કારણે દવા ગણવામાં આવે છે. લસણમાં રહેલા એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિવાઇરલ ગુણો કુદરતી રીતે જ ઘણી બિમારીઓ અને લક્ષણોને દૂર રાખે છે. સિઝનનો તાવ આવે, ત્યારે લસણમાં રહેલું ડિઅલાઇલ સલ્ફાઇડ શરીરનું તાપમાન ઘટાડે છે. ગરમ પાણીમાં એક લસણ વાટીને નાંખવું અને દસ મિનિટ બાદ તે પાણી પી જવું.

એપલ સાઇડર વિનેગર

એપલ સાઇડર વિનેગર
એપલ સાઇડર વિનેગર

એપલ સાઇડર વિનેગર અથવા તો ACV પણ ઘણા ઔષધીય ગુણો ધરાવે છે, જે સિઝનલ તાવનાં લક્ષણો ઘટાડવામાં મદદરૂપ થાય છે. ACVની પ્રકૃતિ એસિડિક હોય છે, જે શરીરનું તાપમાન ઘટાડે છે. આ ઉપરાંત, તેમાં રહેલાં વિટામિન્સ અને મિનરલ્સ શરીરની ઊર્જામાં વધારો કરે છે. મોસમી તાવ આવે, ત્યારે એક ગ્લાસ પાણીમાં બે ટેબલસ્પૂન ACV અને એક ટેબલસ્પૂન મધ ભેળવીને પી જવું.

આમ, ઘરગથ્થુ ઉપચાર સામાન્ય સમસ્યાઓ તથા સિઝનલ તાવ અને શરદી મટાડવા માટેનો સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. પરંતુ, જો લક્ષણો વકરતાં જણાય, તો તાત્કાલિક ધોરણે ડોક્ટરની સલાહ લેવી. ખાસ કરીને વર્તમાન સમયમાં, કેટલાંક સમાન લક્ષણોને કારણે આ મોસમમાં શરીરની કેટલીક તકલીફો અને કોવિડ-19 વચ્ચે ગૂંચવાઇ જવાની શક્યતા રહેલી છે. પણ જો તમને લાગતું હોય કે, તમે કોરોનાવાઇરસથી સંક્રમિત થયા છો, તો સ્વયંને આઇસોલેટ કરીને હેલ્થકેર પ્રોવાઇડરનો સંપર્ક સાધવો હિતાવહ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.