ભારતીય દૂતાવાસ તરફથી મળેલી વિગતો મુજબ, ઓક્ટોબર 2019થી ચીની ટૂરિસ્ટ ઇ ટૂરિસ્ટ વિઝા (e-TV: e tourist visa) માટે આવેદન કરી શકે છે. આની અવધિ 5 વર્ષ સુધીની છે, જે અનુસાર કેટલાય ચીની ટૂરિસ્ટ અલગ અલગ અવધિ માટે ભારત આવી શકે છે. આ વિઝા માટેની ફી 80 ડોલર (અમેરિકા ડૉલર) છે.
ત્યારે અન્ય જોગવાઈઓ પણ છે, જે હેઠળ ચીની અરજદારો પણ વન-ટાઇમ વિઝા માટે અરજી કરી શકે છે. જેમાં પણ અલગ અલગ ઓફર્સ છે. જેમાં એક સિંગલ એન્ટ્રી વિઝા જેની અવધિ 30 દિવસ છે. તેની કિંમત 25 અમેરિકી ડૉલર છે. તો બીજા વિઝા ફ્કત એપ્રિલ અને જૂન મહિનામાં જ લઈ શકાય છે અને તેની કિંમત ફક્ત 10 અમેરિકી ડૉલર છે. આ એક વિશેષ ઓફર છે.
આ સાથે જ ટૂરિસ્ટ વિઝા સિવાય બીજા અનેક વિઝા પણ છે જેમ કે, ઈ મેડિકલ વિઝા, ઈ કોન્ફરેન્સ વિઝા અને એક વર્ષમાં ઘણી વખત ઇ-વેવસાઈક વિઝા. આ પહેલાની જેમ રજૂ કરવામાં આવશે.
ઇ ટૂરિસ્ટ વિઝાની કિંમત એટલા માટે કરી કે, ચીની નાગરિકોનું ભારતીય નાગરિકો સાથે તાલમેલ થઈ શકે. આ સાથે જ બંને દેશો વચ્ચે કેટલાયે ક્ષેત્રોમાં આદાન પ્રદાન પણ વધશે. આ સાથે વધુ ચીની પ્રવાસીઓને પણ ભારતને પર્યટન હેતું માટે એક સ્થળ તરીકે પસંદ કરવા માટે પ્રોત્સાહન મળશે.