ETV Bharat / bharat

મહારાષ્ટ્રમાં ગવર્નર અને સીએમ વચ્ચે કોઈ મતભેદ નથી: સંજય રાઉત - રાજ્યપાલ અને મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે

શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉત રાજભવન ખાતે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મળ્યા હતા. રાજભવને આ બેઠકને શુભેચ્છા મુલાકાત ગણાવી.

રાજ્યપાલ અને મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે વચ્ચે કોઈ મતભેદ નથીઃ સંજય રાઉત

author img

By

Published : May 23, 2020, 8:21 PM IST

મુંબઇઃ બુધવારે રાજ્યપાલે કોવિડ -19 કટોકટીને પહોંચી વળવા રાજ્ય સરકારની તૈયારીનું મૂલ્યાંકન કરવા માટે એક બેઠક બોલાવી હતી. જેમાં મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે હાજર રહ્યા ન હતા. કહેવામાં આવી રહ્યું છે કે, સંજય રાઉતે આ અંગે રાજ્યપાલ સાથે વાત કરી હતી.

સપ્તાહની શરૂઆતમાં, વિરોધી પક્ષ ભાજપ, રાજ્યપાલને મળ્યા હતા અને રાજ્ય સરકારને ફરિયાદ કરી હતી કે, સરકાર કોરોના વાયરસના પ્રસારને રોકવામાં નિષ્ફળ ગઈ છે.

રાઉતે આ બેઠકને ઔપચારિક બેઠક પણ કહી હતી. જો કે, તેમણે એમ પણ કહ્યું હતું કે, રાજ્યપાલ અને મુખ્યપ્રધાન વચ્ચે કોઈ મતભેદ નથી. તેમનો સંબંધ પિતા અને પુત્ર જેવો છે અને તેવો જ રહેશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.