લોકસભા સચિવાલયના એક અધિકારીના જણાવ્યા અનુસાર એક કલાકની કાર્યવાહી દરમિયાન દશ સવાલ પૂછવા એક પ્રકારનો રેકોર્ડ જ છે.
આ અગાઉ એવું બનતું કે, સરેરાશ ચાર કે પાંચ સવાલો પૂછવામાં આવતા હતાં.
નવી લોકસભાનું પહેલું સત્ર 17 જૂનના રોજ શરૂ થયું છે, સોમવારે તેનો બીજો દિવસ હતો તથા અહીં પ્રશ્નકાળમાં રેકોર્ડ સ્થાપિત સવાલો પૂછવામાં આવ્યા હતાં. હાલના સત્રમાં 21 જૂને પહેલો પ્રશ્નકાળ થયો હતો.