ETV Bharat / bharat

કોરોનાનો નાશ કરવા માટે દિવસમાં 5 વખત કરો 'હનુમાન ચાલીસા'ના પાઠઃ પ્રજ્ઞા ઠાકુર - પ્રજ્ઞા ઠાકુર લેટેસ્ટ ન્યૂઝ

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે ભૂમિ પૂજન 5 ઓગસ્ટે થવાનું છે. ભૂમિ પૂજનને લઇને તડામાર તૈયારીઓ શરૂ છે. એવામાં ભાજપના સાંસદ પ્રજ્ઞા ઠાકુરનું કોરોનાને લઇને નિવેદન સામે આવ્યું છે.

Recite Hanuman Chalisa 5 times a day to eradicate Coronavirus

author img

By

Published : Jul 26, 2020, 12:21 PM IST

ભોપાલઃ BJP સાંસદ પ્રજ્ઞા ઠાકુરે કોરોનાનો ખાતમો કરવા માટે હનુમાન ચાલીસાનું પઠન કરવાનો આગ્રહ કર્યો છે. બીજેપી સાંસદે લોકોને 5 ઓગસ્ટ સુધી દિવસમાં પાંચ વખત હનુમાન ચાલીસાના પાઠ કરવા માટે કહ્યું છે.

તેમનું માનવું છે કે, હનુમાન ચાલીસાનું પઠન કરવાથી કોરોના મહામારી દુનિયાથી સમાપ્ત થઇ જશે. દેશમાં કોરોના વાઇરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે કોવિડ 19 થી સંક્રમિતોની સંખ્યા 13.5 લાખ સુધી પહોંચી છે.વધુમાં જણાવીએ તો અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે ભૂમિ પૂજન 5 ઓગસ્ટે થવાનું છે. ભૂમિ પૂજનને લઇને તડામાર તૈયારીઓ શરૂ છે.

ભોપાલથી ભાજપની સાંસદ પ્રજ્ઞા ઠાકુરે ટ્વીટ કરીને લખ્યું કે, 'આવો આપણે બધા મળીને કોરોના મહામારીને સમાપ્ત કરીએ અને લોકોના સારા સ્વાસ્થયની કામના માટે એક આધ્યાત્મિક પ્રયાસ કરીએ. આજે 25 થી 5 ઓગસ્ટ સુધી દરરોજ સાંજે 7 કલાકે પોતાના ઘરોમાં હનુમાન ચાલીસાનું 5 વાર પઠન કરો.5 ઓગસ્ટે અનુષ્ઠાનનું રામલલાની આરતીની સાથે ઘરોમાં દીપ પ્રગટાવીને સમાપન કરો.

  • आइए हम सब मिलकर कोरोना महामारी को समाप्त करने के लिए लोगों के अच्छे स्वास्थ्य की कामना के लिए एक आध्यात्मिक प्रयास करें आज25 से 5 अगस्त तक प्रतिदिन शाम 7:00 बजे अपने घरों में हनुमान चालीसा का 5 बार पाठकरें5 अगस्त को अनुष्ठान का रामलला की आरती के साथ घरों में दीप जलाकर समापन करें pic.twitter.com/Ba0J2KrkA8

    — Sadhvi Pragya singh thakur (@SadhviPragya_MP) July 25, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'પ્રજ્ઞા ઠાકુરે ટ્વીટર પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેમણે કહ્યું કે, મધ્ય પ્રદેશની બીજેપી સરકાર કોરોનાના ફેલાવાને રોકવા માટે પ્રયાસ કરી રહી છે. આ હેઠળ ભોપાલમાં 4 ઓગસ્ટ સુધી લોકડાઉન લાગુ રહેશે.

ઠાકુરે વધુમાં જણાવ્યું કે, જ્યારે લોકો દેશભરમાં હિન્દુ સ્વરમાં હનુમાન ચાલીસાનું પઠન કરશે તો તે નિશ્ચિત રુપે કામ કરશે અને આપણે કોરોનાથી મુક્ત થઇશું. આ ભગવાન રામને તમારી પ્રાર્થના હશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.