નવી દિલ્હીઃ વિદેશ મંત્રાલયે જણાવ્યુ હતું કે, સાર્ક દેશોના નેતાઓ સાથે વડાપ્રધાન મોદીની વીડિયો કોન્ફરન્સ દરમિયાન કરાયેલી જાહેરાતોનો ભારતે ઝડપી અને અસરકારક અમલ શરૂ કરી દીધો છે. ઈમરજન્સી ફંડ પર્યાપ્ત છે અને તેમાં વધારો થઈ રહ્યો છે.
સાર્ક દેશોની કોરોના વાઈરસ અંગે થયેલી વીડિયો કોન્ફરન્સમાં પાકિસ્તાન દ્વારા કાશ્મીર મુદ્દો ઉઠાવાયો હતો. આ અંગે ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યુ હતું કે, આ વીડિયો સંવાદ કોરોના સંદર્ભે હતો. પરંતુ તેમાં કાશ્મીર મુદ્દાને ઉઠાવી પાકિસ્તાને આ કોન્ફરન્સનો દુરુપયોગ કર્યો છે.