ETV Bharat / bharat

સરકાર ન બનવાની સ્થિતીમાં શિવસેના જવાબદાર નહીં હોય: શિવસેના - શિવસેના જવાબદાર નહીં હોય

મુંબઈ: મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈ હજુ પણ ઉઠાપટક ચાલી રહેલી છે. ત્યારે આ ખેંચતાણને લઈ આજે શિવસેના નેતા સંજય રાઉતે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ તેમણે કહ્યું હતું કે, રાજ્યપાલ સાથે શિષ્ટાચાર મુલાકાત યોજી હતી. સાથે જ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં સરકાર બનાવવામાં શિવસેના ક્યાંય પણ અડચણરુપ નથી. સરકાર ન બનવાની સ્થિતીમાં શિવસેના જવાબદાર નહીં હોય.

maharashtra bjp shiv sena allince
author img

By

Published : Nov 4, 2019, 6:48 PM IST

રાજભવન પહોંચતા પહેલા તેમણે જણાવ્યું હતું કે, રાજ્યપાલ રાજ્યના સંરક્ષકની માફક હોય છે. અને એટલા માટે તેઓ અલગ અલગ મુદ્દાને લઈ તેમની સાથે મુલાકાત કરવા જઈ રહ્યા છે.

મુલાકાત શિષ્ટાચાર હશે, રાજકીય નહીં
રાજ્યપાલ સાથે શિષ્ટાચાર મુલાકાત હશે, કોઈ રાજકીય નહીં. હું અલગ અલગ મુદ્દા પર રાજ્યપાલ સાથે વાતચીત કરવા જઈ રહ્યો છું. હું તેમને અમારા વલણને લઈ સ્પષ્ટતા કરવા જઈ રહ્યો છું.ઉલ્લેખનીય છે કે, આ બેઠક એવા સમયે થઈ રહી છે, જ્યારે એક દિવસ પહેલા જ રાઉતે કહ્યું હતું કે, અમારી પાસે 170 ધારાસભ્યોનું સમર્થન છે. તથા શિવસેનાના જ મુખ્યપ્રધાન હશે.

CM પદને લઈને ભાજપ સાથે વાત થશે
આપને જણાવી દઈએ કે, રાજ્યમાં સરકાર બનાવવાને લઈ રવિવારે રાઉતે જણાવ્યું હતું કે, ભાજપની સાથે વાતચીત તો મુખ્યપ્રધાનના પદને લઈને જ થશે. બીજી બાજુ આજે મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ અમિત શાહ સાથે મુલાકાત કર્યા બાદ જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં જ નવી મહારાષ્ટ્રમાં નવી સરકાર બની જશે.

શિવસેના કોંગ્રેસ સાથે કરી રહી છે સંપર્ક
આ તમામ અટકળોની વચ્ચે શિવસેના પણ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી સાથે સંપર્કમાં હોવાનું બહાર આવી રહ્યું છે. કારણ કે, એનસીપીના નેતા અને રાજ્યના નાયબ મુખ્યપ્રધાન અજીત પવારે રવિવારના રોજ પત્રકારો સાથેની વાતચીતમાં તેના સંકેત આપી દીધા હતા.

Intro:Body:

સરકાર ન બનવાની સ્થિતીમાં શિવસેના જવાબદાર નહીં હોય: શિવસેના

મુંબઈ: મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈ હજુ પણ ઉઠાપટક ચાલી રહેલી છે. ત્યારે આ ખેંચતાણને લઈ આજે શિવસેના નેતા સંજય રાઉતે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ તેમણે કહ્યું હતું કે, રાજ્યપાલ સાથે શિષ્ટાચાર મુલાકાત યોજી હતી. સાથે જ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં સરકાર બનાવવામાં શિવસેના ક્યાંય પણ અડચણરુપ નથી. સરકાર ન બનવાની સ્થિતીમાં શિવસેના જવાબદાર નહીં હોય.

રાજભવન પહોંચતા પહેલા તેમણે જણાવ્યું હતું કે, રાજ્યપાલ રાજ્યના સંરક્ષકની માફક હોય છે. અને એટલા માટે તેઓ અલગ અલગ મુદ્દાને લઈ તેમની સાથે મુલાકાત કરવા જઈ રહ્યા છે.

મુલાકાત શિષ્ટાચાર હશે, રાજકીય નહીં

રાજ્યપાલ સાથે શિષ્ટાચાર મુલાકાત હશે, કોઈ રાજકીય નહીં. હું અલગ અલગ મુદ્દા પર રાજ્યપાલ સાથે વાતચીત કરવા જઈ રહ્યો છું. હું તેમને અમારા વલણને લઈ સ્પષ્ટતા કરવા જઈ રહ્યો છું.ઉલ્લેખનીય છે કે, આ બેઠક એવા સમયે થઈ રહી છે, જ્યારે એક દિવસ પહેલા જ રાઉતે કહ્યું હતું કે, અમારી પાસે 170 ધારાસભ્યોનું સમર્થન છે. તથા શિવસેનાના જ મુખ્યપ્રધાન હશે.

CM પદને લઈને ભાજપ સાથે વાત થશે

આપને જણાવી દઈએ કે, રાજ્યમાં સરકાર બનાવવાને લઈ રવિવારે રાઉતે જણાવ્યું હતું કે, ભાજપની સાથે વાતચીત તો મુખ્યપ્રધાનના પદને લઈને જ થશે. બીજી બાજુ આજે મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ અમિત શાહ સાથે મુલાકાત કર્યા બાદ જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં જ નવી મહારાષ્ટ્રમાં નવી સરકાર બની જશે.

શિવસેના કોંગ્રેસ સાથે કરી રહી છે સંપર્ક

આ તમામ અટકળોની વચ્ચે શિવસેના પણ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી સાથે સંપર્કમાં હોવાનું બહાર આવી રહ્યું છે. કારણ કે, એનસીપીના નેતા અને રાજ્યના નાયબ મુખ્યપ્રધાન અજીત પવારે રવિવારના રોજ પત્રકારો સાથેની વાતચીતમાં તેના સંકેત આપી દીધા હતા.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.