ETV Bharat / bharat

જગન્નાથ પુરીમાં રથયાત્રાના પગલે સમગ્ર પુરી જિલ્લામાં શટડાઉન - સ્વામી નિશ્વલાનંદ

ઓડિશાના જગન્નાથ પુરીમાં આવતીકાલે મંગળવારના રોજ રથયાત્રા નિકળશે. સુપ્રીમ કોર્ટે યાત્રાની મંજૂરી આપી દીધી છે, ત્યારે આ રથયાત્રમાં શ્રદ્ધાળુ ભાગ લઈ શકશે નહીં. આજથી સમગ્ર પુરી જિલ્લામાં ઓડિશા સરકારે શટડાઉન કરી દીધું છે. પુરી સિવાય ઓરિસ્સામાં બીજે ક્યાંય રથયાત્રા યોજવામાં નહી આવે. જો સ્થિતિ બગડી તો ઓરિસ્સા સરકાર યાત્રા અથવા ઉત્સવને રોકી દેશે.

Complete shutdown in Puri district
જગન્નાથ પુરીમાં રથયાત્રા પગલે સમગ્ર પુરી જિલ્લામાં શટડાઉન
author img

By

Published : Jun 22, 2020, 10:56 PM IST

ભુવનેશ્વરઃ ઓડિશાના જગન્નાથ પુરીમાં આવતીકાલે રથયાત્રા નિકળશે. સુપ્રીમ કોર્ટે યાત્રાની મંજૂરી આપી દીધી છે, ત્યારે આ રથયાત્રમાં શ્રદ્ધાળુ ભાગ લઈ શકશે નહીં. આજથી સમગ્ર પુરી જિલ્લામાં ઓડિશા સરકારે શટડાઉન કરી દીધું છે. પુરી સિવાય ઓડિશામાં બીજે ક્યાંય રથયાત્રા કાઢવામાં નહી આવે. જો સ્થિતિ બગડી તો ઓરિસ્સા સરકાર યાત્રા અથવા ઉત્સવને રોકી દેશે.

સુપ્રીમ કોર્ટનો ચુકાદા બાદ પુરીમાં જય જગન્નાથના નારા ગુંજવા લાગ્યા હતા. ભીડ જમા ન થાય તે માટે શહેરમાં સાંજે 4 વાગ્યાથી કલમ-144 લાગુ કરી દેવામાં આવી છે. સાંજ થતા નંદીઘોષ, તાલધ્વજ અને દર્પદલન રથને મંદિરના સિંહ દ્વાર સુધી પહોંચાડવાની તૈયારી શરૂઆત થઈ ગઈ છે. નંદીઘોષ ભગવાન જગન્નાથનો રથ છે. તાલધ્વજ પર બલરામ બિરાજમાન થશે અને દર્પદલન પર સુભદ્રા.

આમ, ત્રણેય રથને ખેંચવા માટે શંખચૂડા નાગિન, વાસુકી નાગ અને સ્વર્ણચૂડા નાગિન લાવવામાં આવેલ છે. જે નારિયેલથી બનેલી રસ્સીઓનું નામ છે. મંગળવારે રથયાત્રાની શરૂઆત સવારે 9 વાગે થશે. ભગાવન જગન્નાથ ખિંચડી ખઈને નિકળશે. પુરી મહારાજ દિવ્ય સિંહ દેવ છેરા પહેરી એટલે કે રથની સફાઈ રાત્રે એક વાગે શરૂ થશે.

સુપ્રીમ કોર્ટે ઓરિસ્સા સરકારને આદેશ કર્યો છે કે, યાત્રા સમયે પુરીમાં કર્ફ્યૂ લાગુ કરવામાં આવે અને એક રથને 500થી વધારે લોકો ન ખેંચે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પુરતુ પાલન કરવામાં આવે. કોર્ટે એમ પણ કહ્યું છે કે, જો સ્થિતિ કાબૂમાં ન જણાય તો ઓરિસ્સા સરકાર યાત્રાને અટકાવી શકે છે.

આ મામલે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે 18 જૂને કહ્યું હતું કે, કોરોના વચ્ચે યાત્રા કાઢીશું તો ભગવાન જગન્નાથ અમને માફ નહીં કરે, જ્યારે પુરી પીઠના શંકરાચાર્ય સ્વામી નિશ્વલાનંદે કહ્યું કે, સદીઓથી ચાલી આવતી જૂની પરંપરા તૂટશે તો ભગવાન માફ નહીં કરે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.