ETV Bharat / bharat

રાજસ્થાનમાં માનવતા ફરી શર્મશાર, બાડમેરમાં સગીર સાથે દુષ્કર્મ - રાજસ્થાનમાં ગુનાનું પ્રમાણ

રાજસ્થાનમાં મહિલાઓ પર અત્યાચારની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. એવો કોઈ દિવસ પસાર થયો નથી, જ્યારે દુષ્કર્મની ઘટના સામે ના આવી હોય. બાડમેરમાં ફરી એકવાર માનવતાને શર્મશાર કરી એક યુવકે પોતાના ગામમાં રહેનારી સગીર છોકરી સાથે દુષ્કર્મ આચર્યું છે. જેથી પીડિતાના પરિવારે નરાધમ આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

ETV BHARAT
દીકરીઓ ક્યારે થશે સલામત! બાડમેરમાં ફરી સગીર સાથે દુષ્કર્મ
author img

By

Published : Oct 15, 2020, 5:26 PM IST

બાડમેર (રાજસ્થાન): ભારતને આઝાદી મળ્યાના 74 વર્ષ થઇ ગયા છે, પરંતુ આજે પણ આપણો સમાજ નિમ્ન વિચારથી આઝાદ થઇ શક્યો નથી. જેના કારણે છોકરીઓ પોતાના ઘરમાં પણ સુરક્ષિત રહી શકતી નથી. દરેક દિવસ દુષ્કર્મ અને અત્યાચારના ઘણા કેસ સામે આવે છે. રાજસ્થાન તો થોડા દિવસોથી ક્રાઈમ કેપિટલ બની ગયું છે. પ્રદેશના બાડમેર જિલ્લામાંથી ક્રુર ઘટના સામે આવી છે. જિલ્લાના પચપદરા પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં સગીર સાથે દુષ્કર્મ થયાની ઘટના સામે આવી છે. બાળકીના ગામમાં જ રહેનારા એક હેવાને આ હરકત કરી છે. જેથી પીડિત પક્ષે પચપદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદના આધારે પોલીસે વિવિધ ટીમ બનાવીને આરોપીની ધરપકડ કરવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પીડિત પક્ષે પચપદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું કે, સગીર દીકરીને ડરાવી-ધમકાવી એક હોટલમાં લઇ જઇને ગામના જ એક યુવકે દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો છે. જેથી પીડિતાએ ઘરે આવી પરિવારને આ અંગે જણાવ્યું હતું. પોતાની સગીર દીકરી સાથે દુષ્કર્મ થયાની જાણ થતાં પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.

બલોતરાના નાયબ અધિક્ષક સુભાષ ખોજાના જણાવ્યા મુજબ દુષ્કર્મ સંબંધી કલમોમાં કેસ નોંધવામાં આવ્યો છે. પીડિતાના નિવેદનને પણ નોંધવામાં આવ્યું છે. ત્યાર બાદ વિવિધ ટીમ બનાવીને આરોપીની ધરપકડ કરવા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.