આઠવલેએ જણાવ્યું કે, “જો ઠાકરે 10 વાર અયોધ્યા જઈ આવે તો પણ રામમંદિર નિર્માણમાં કોઇ મદદ નહીં મળે, કારણ કે જ્યાં સુધી સુપ્રીમ કોર્ટનો નિર્ણય નથી આવી જતો કોઈ કંઈ નથી કરી શકતું."
શિવસેનાના નેતાઓ મુંબઇમાં રિપબ્લિક પાર્ટી ઓફ ઈન્ડિયાના અધ્યક્ષના નિવેદન પર પ્રતિક્રીયા આપવા પર મનાઇ ફરમાવી છે, તેમણે કહ્યું છે કે, યોગ્ય સમય પર તેઓ આ વિશે વાત કરશે.
તેમણે કહ્યું કે, રામ મંદિર તો ત્યારે જ બનશે જ્યારે સુપ્રીમ કોર્ટ આ બાબતે કોઇ ચૂકાદો આપશે. ઠાકરે 10 વાર અયોધ્યા આવે તો પણ રામમંદિર નિર્માણમાં તેમાથી કોઇ ફરક નહી પડે.
ત્યાર બાદ તેમણે કહ્યું કે વ્યકિતગત રીતે તેઓ પણ ઇચ્છે છે કે રામમંદિરનું નિર્માણ થાય, પરંતુ દરેકે આ મુદ્દે સુપ્રિમ કોર્ટના નિર્ણયની રાહ જોવી પડશે.
ઉલ્લેખનીય છે કે, આઠવલેનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઠાકરે પોતાના 16 સાંસદો સાથે અયોધ્યા પ્રવાસે જવાના છે, તો આ નિવેદન ઉદ્ધવ ઠાકરે પર સીધો પ્રહાર હોઇ શકે છે. જો કે, ઉદ્ધવે નવેંબરમાં ચૂંટણી વખતે કહ્યું હતું કે "પહેલા મંદિર, પછી સરકાર"