ચેન્નાઇ: બુધવારના રોજ તમિળનાડુના રામેશ્વરમથી 4500 કિમીની યાત્રા કરી 613 કિલોના ઘંટની રામલલાને ભેટ આપી છે. આ ઘંટની ખાસીયત એ છે કે તેનો અવાજ ઘણા કિલોમીટર સુધી સંભળાય છે.
રામેશ્વરમથી 17 સપ્ટેમ્બરે નીકળેલી રામ રથયાત્રા બુધવારે 21 દિવસમાં 10 રાજ્યો થઈને અયોધ્યા પહોંચી હતી. આ યાત્રામાં કુલ 18 લોકો જોડાયા હતા. શ્રી રામ જન્મભૂમિ મંદિરે પૂજા કર્યા બાદ તમિલનાડુની મહિલા રાજલક્ષ્મી મંદાએ રામ મંદિર ટ્રસ્ટ સમક્ષ આ ઘંટ ભેટમાં આપ્યો હતો. આ પ્રસંગે સાંસદ, મ્યુનિસિપલ ધારાસભ્ય, મેયર, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાય ઉપસ્થિત રહ્યા હતા.