ETV Bharat / bharat

રામનગરી અવધમાં દિવાળી, આજે PM મોદીના હસ્તે રામમંદિરનો શિલાન્યાસ - Ram temple

આજે 5 ઓગસ્ટ 2020, આજનો દિવસ ઐતિહાસિક છે. આજનો દિવસ હંમેશાને માટે યાદગાર બની રહેશે. રામલલ્લાના ભવ્ય મંદિરના નિર્માણ માટે આજે ભૂમિપૂજન થવા જઈ રહ્યું છે. આશરે પાંચ દાયકા બાદ અયોધ્યામાં આનંદ અને હર્ષોલ્લાસ પરત ફર્યો છે. હાલ રામનગરી અયોધ્યાને વિવિધ રોશનીથી શણગારવામાં આવ્યું છે. વધુ વાંચો રામમંદિર ભૂમિપૂજન કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ વિશે...

રામનગરી અવધમાં દિવાળી
રામનગરી અવધમાં દિવાળી
author img

By

Published : Aug 5, 2020, 6:53 AM IST

અયોધ્યા : ભારત દેશમાં જ્યારે ભગવાન રામ આરાધ્ય દેવ છે, ત્યારે રામ મંદિરને લઈ વર્ષોથી મોટો વિવાદ ચાલ્યો હતો. દેશમાં કરોડો લોકો રામ મંદિરનું સ્વપ્ન સાકાર થાય તેવી આશા ધરાવતા હતા. આજે બપોરે 12.30 વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ મંદિરનો શિલાન્યાસ કરશે. PM મોદી આશરે 3 કલાક અયોધ્યામાં રોકાશે. જેથી અવધમાં દિવાળી જેવો માહોલ છે. 14 લાખ લાડુ તૈયાર કરવામાં આવ્યાં છે, જે અયોધ્યામાં ઘરે-ઘરે વિતરણ કરવામાં આવશે.

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે બુધવારે મંદિરની ફાઈનલ ડિઝાઈન અને મંદિરની અંદરની ભવ્યતાને લગતા ફોટો શેર કર્યા હતાં. મોદી વડાપ્રધાન બન્યા બાદ પ્રથમ વખત અયોધ્યા જઈ રહ્યા છે. આ માટે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. બહારથી કોઈ પણ વ્યક્તિને પ્રવેશ આપવામાં આવતો નથી. જેઓ અયોધ્યામાં છે તે પણ ટીવી પર જ ભૂમિ પૂજન જોઈ શકશે. આશરે 175 મહેમાનોની ઉપસ્થિતિમાં ભૂમિપૂજન કરવામાં આવશે. મંચ પર પણ પાંચ જ લોકો રહેશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ વિશે

  • PM મોદીનો અયોધ્યા કાર્યક્રમ
  • PM મોદી અયોધ્યામાં 3 કલાક રોકાશે
  • સવારે 9:35 વાગ્યે દિલ્હીથી 10:35 વાગ્યે લખનઉ પહોંચશે.
  • 10:40 વાગ્યે હેલિકોપ્ટરથી અયોધ્યા જશે
  • 11:30 વાગ્યે સાકેત કોલેજના હેલિપેડ પર લેન્ડિંગ કરશે
  • 11:40 વાગ્યે હનુમાનગઢી પહોંચીને 10 મિનિટ દર્શન-પૂજન કરશે
  • 12 વાગ્યે શ્રીરામ જન્મભૂમિ પરિસરમાં પહોંચી 10 મિનિટ શ્રીરામલલ્લાના દર્શન-પૂજન કરશે
  • 12:15 વાગ્યે રામલલ્લા પરિસરમાં પારિજાતનો છોડ રોપશે
  • 12:30 વાગ્યે ભૂમિપૂજન કાર્યક્રમનો શુભારંભ
  • 12:44થી 12:45 વાગ્યા સુધી યજમાન PM મોદી મુખ્ય શિલા પર નવરત્ન જડિત પંચધાતુથી બનેલું કમળપુષ્પ અર્પિત કરતા ‘પ્રતિષ્ઠાપયામિ’નું ઉચ્ચારણ કરશે
  • શ્રીગણેશ અને અન્ય દેવોની વંદના સાખે શિલાપૂજન, ભૂમિપૂજન અને મુખ્ય કૂર્મશિલાનું પૂજન થશે.
  • 12.39. 2 વાગ્યે 32 સેકન્ડના શુભ મુહૂર્તમાં ભૂમિપૂજન
  • RSSના વડા મોહન ભાગવત સંબોધન કરશે
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધન કરશે
  • 2:05 વાગ્યે પીએમ પાછા ફરશે

આજે સમગ્ર વિશ્વ અયોધ્યામાં નવા યુગના પ્રારંભનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. આશરે 500 વર્ષ લાંબી રાહ જોયા પછી ભગવાન રામના જન્મસ્થળે ભવ્ય મંદિર બનાવવાનું કામ શરૂ થશે. શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા બુધવાર સવારે 500 વર્ષ બાદ અયોધ્યાની ક્ષિતિજ પર નવો પ્રકાશ આવશે. રામલલ્લાની જન્મભૂમિ પર રામ મંદિરના પુન:નિર્માણનું સપનું સાકાર થશે. ભવ્ય રામમંદિર માટે ભારત સહિત દુનિયાભરના રામભક્તોનું સપનું પૂરું થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.