અયોધ્યા મામલમાં 'પીસ પાર્ટી'એ હાઈકોર્ટમાં એક ક્યૂરેટિવ અરજી દાખલ કરી છે. ગત્ત 12 ડિસેમ્બરના રોજ હાઈકોર્ટની સંવૈધાનિક બેન્ચે અયોધ્યા મામલે દાખલ કરેલી તમામ 18 પુનઃવિચાર અરજી રદ્દ કરી હતી.
સૌથી પહેલા આપને જણાવવામાં આવે કે, ક્યૂરેટિવ અરજી ત્યારે દાખલ કરવામાં આવે છે. જ્યારે સુપ્રીમ કોર્ટમાં પુનઃવિચાર અરજી રદ્દ કરવામાં આવે છે. ક્યૂરેટિવ પિટીશન કોઈ પણ મામલે અંતિમ નિર્ણય હોય છે. જેમાં નિર્ણય આવ્યા બાદ આગળનો બધો જ માર્ગ બંધ થઈ જાય છે. ડૉ અયૂબ પીસ પાર્ટીના સંસ્થાપક છે. તેમણે વર્ષ 2008માં પીસ પાર્ટીની સ્થાપના કરી હતી. પીસ પાર્ટી ઉત્તરપ્રદેશની ક્ષેત્રીય પાર્ટી છે.