નવી દિલ્હી: PM મોદીએ દિલ્હી ચૂંટણી માટે કડકડડૂમામાં જનસભાને સંબોધિત કરી હતી. PM મોદીએ અરવિંદ કેજરીવાલ પર આકરા પ્રહાર કર્યાં હતાં.
વડાપ્રધાન મોદીએ કેજરીવાલ પર પ્રહાર કરતા કહ્યું કે, કેજરીવાલનો ચહેરા પરથી નકાબ ઉતરી ગયો છે. કેજરીવાલે કહ્યું હતું કે, સર્જિકલ સ્ટાઇક વખતે દિલ્હીમાં દેશની સેના અને જવાનો પર સવાલો ઉઠાવ્યાં હતા.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જામિયા કે, શાહીન બાગ હોય કે, સીલમપુરમાં CAA નાગરિકતા કાયદા વિરુદ્ધ પ્રદર્શનો ચાલી રહ્યાં છે. શું આ પ્રદર્શનો ફક્ત સંયોગ છે. આની પાછળ રાજકારણ છે, જે રાષ્ટ્રને સૌહાર્દને ખંડિત કરનારું છે. આ ફક્ત એક કાયદાનો વિરોધ નથી, જે સરકારના તમામ આશ્વાસન બાદ સમાપ્ત થઇ જાય, પરુંતુ AAP (આમ આદમી પાર્ટી) અને કોંગ્રેસ લોકોને ભડકાવી રહી છે.
PM મોદીએ કહ્યું કે, આતંકી હુમલાઓના ગુનેગારોને દિલ્હી પોલીસે બાટલા હાઉસમાં ઠાર કર્યાં હતા. તે લોકો આ એન્કાઉન્ટરને ફર્જી કહ્યું હતું. આ એજ લોકો છે. જેમણે બાટલા હાઉસમાં આતંકીઓ ઠાર કર્યા પર દિલ્હી પોલીસની વિરૂદ્ધ કાર્યવાહીની માગ કરી હતી.