રાજકોટ કોંગ્રેસની મહિલા પાંખ દ્વારા પોતાની દિગ્ગજ મહિલા નેતા પ્રિયંકા ગાંધી અંગે સોશિયલ મીડિયામાં કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણી મામલે વિશાલ મૌન રેલી યોજવામાં આવી હતી. તેમજ રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલને અવેદનપત્ર પાઠવાયુ હતું.
![undefined](https://s3.amazonaws.com/saranyu-test/etv-bharath-assests/images/ad.png)
મહિલા કોંગ્રેસ પાંખની માંગ છે કે, પ્રિયંકા ગાંધી વિરૂદ્ધ અભદ્ર ટિપ્પણી કરનાર સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે. રાજકોટ ખાતે યોજાયેલા મહિલા કોંગ્રેસના કાર્યક્રમમાં પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રી બા વાઘેલા પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે દેશમાં આગામી સમયમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે. જેને લઈને અલગ-અલગ રાજકીય પક્ષો અત્યારથી જ સક્રિય થયા છે.