અમદાવાદ : ગતરોજ કોંગ્રેસ પોતાના બે ઉમેદવારો જાહેર કર્યા હતા. જેમાં સીનીયર નેતા શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીના નામ જાહેર કર્યા બાદ હવે રાજ્યસભાની ચાર બેઠક પર ઉમેદવારી ફોર્મ ભરાશે, ત્યારે આજરોજ ભાજપના બે અને કોંગ્રેસના બે ઉમેદવારો સીનીયર નેતાઓની આગેવાની હેઠળ ઉમેદવારી પત્ર ભરશે.
રાજ્યસભાના ઉમેદવારો આજરોજ 12 કલાકે ઉમેદવારી પત્ર ભરશે. આ તકે ભાજપ પોતાનું ત્રીજુ જાદુઇ પત્તુ ખોલી શકે છે. જણાવી દઇ એ કે રાજ્યસભાની બેઠકને લઇ કોંગ્રેસે પણ બે ઉમેદવારો જાહેર કર્યા છે. તેવામાં ભાજપ પોતાનું ત્રીજુ જાદુઇ પત્તુ ખોલે અને નારાજ કે અસંતુષ્ટ ધારાસભ્યને ટિકિટ આપી દાવ રમી શકે છે. પણ તે તો આગામી સમય જ બતાવશે.
જણાવી દઇ એ કે આગામી 26 માર્ચના રોજ રાજ્યસભાની ચાર બેઠક પર 9 કલાકથી 4 કલાક સુધી મતદાન યોજાશે અને જેનું સાજે 5 કલાકે પરીણામ જાહેર કરશે.