બગરુ, રાજસ્થાન: અત્યારે તુર્કી દેશનો એક વીડિયો વાઈરલ થયો છે, જેમાં સેનેટાઈઝિંગ ચેંબરમાંથી ટુ-વ્હીલર ચાલકોને પસાર કરવામાં આવે છે. આ જોઈને બગરુ પોલીસે અને પોલીસ મિત્રે ફક્ત 3 દિવસમાં સેનેટાઈઝિંગ ચેંબર બનાવ્યું છે.
Etv Bharatની ટીમે સ્થળની મુલાકાત લીધી હતી. સેનેટાઈઝિંગ ચેંબરમાં ટુ-વ્હીલર લઈને જતાં વાહનચાલકોને વાહન સહિત સેનેટાઈઝ કરવામાં આવે છે. બગરુના પોલીસ અધિકારી બ્રજભૂષણ અગ્રવાલે કહ્યું કે, એન્જિનિયરની સલાહ લઈને આ સેનેટાઈઝિંગ ચેંબર બનાવવામાં આવ્યું છે. જેમાં પોલીસ મિત્ર ટીમનું મહત્વનું યોગદાન છે. લૉકડાઉન હોવાથી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ અમે આ સેનેટાઈઝિંગ ચેંબર બનાવવામાં સફળ રહ્યાં.
આ સેનેટાઈઝિંગ ચેંબરમાં કોઈ પણ જાતના કેમિકલયુક્ત સેનેટાઈઝરનો ઉપયોગ થતો નથી. સેનેટાઈઝિંગ ચેંબરમાં હર્બલ સેનેટાઈઝરનો ઉપયોગ થાય છે, જે લોકો માટે હાનિકારક નથી અને તેનો ઉપયોગ સરળતાથી કરી શકાય છે.
બગરુથી પસાર થતાં દરેક લોકોને આ ચેંબરમાંથી પસાર થવું પડે છે. પોલીસ અધિકારી બ્રજભૂષણ અગ્રવાલે કહ્યું કે, આ સફળ પ્રયોગ પછી અમે બીજી પાંચથી છ જગ્યાઓ પર આ સેનેટાઈઝિંગ ચેંબર મુકવાનું વિચારી રહ્યાં છીએ. આ સેનેટાઈઝિંગ ચેંબર 15થી 17 હજાર રૂપિયામાં તૈયાર થયું છે.