1990માં ભારતના જાંબાજ જવાનોએ પાકિસ્તાનને યુદ્ધમાં પછડાટ આપી હતી. 26મી જુલાઈએ તેને 20 વર્ષ પૂરા થાય છે. તેની ઉજવણીના ભાગરુપે સંરક્ષણ પ્રધાન 20 જુલાઈએ કારગીલનાં સરહદી વિસ્તારની મુલાકાત કરશે. તેઓ આ અવસરે કારગીલ યુદ્ધના શહિદોને પુષ્પાંજલિ તેમજ શ્રદ્ધાસુમન અર્પણ કરશે.
ત્યારબાદ જમ્મુ કાશ્મીરના સાંબા અને અખનૂર વિસ્તારમાં સુરક્ષાની સ્થિતિનું પરિક્ષણ કરશે. તેમજ પાકિસ્તાની ગોળીબારીથી બચાવવા બની રહેલા બંકરની કામગીરીનું નિરિક્ષણ કરશે.
આ પ્રસંગે રાજનાથસિંહ સાંબા અને બસંતરમાં સીમા સડક સંગઠના દ્વારા બનાવેલા બે પુલોનું લોકાર્પણ કરશે. રક્ષા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, સિંહ કઠુઆ જિલ્લાના ઉઝ અને સાંબા જિલ્લાના બસંતરમાં સીમા સડક સંગઠન દ્વારા બનાવેલ 2 પુલને પણ રાષ્ટ્રને સમર્પિત કરશે. ઉઝ એક કિલોમીટર લાંબો પુલ છે જ્યારે બસંતર પુલની લંબાઈ 617.4 મીટર છે.
નિવેદનમાં જણાવ્યા અનુસાર, રક્ષા પ્રધાન ઓપરેશન વિજયની 20 મી વર્ષગાંઠ પર કારગિલ યુદ્ધ સ્મારકમાં શહીદોને શ્રદ્ધાંજલી અર્પણ કરશે.