નવી દિલ્હી: LACને લઈને ભારત અને ચીન વચ્ચેના વિવાદ અંગે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ ગુરૂવારે રાજ્યસભામાં નિવેદન આપ્યું છે.
સંસદના ચોમાસા સત્રમાં રક્ષાપ્રધાન રાજનાથ સિંહે ભારત-ચીન સરહદ વિવાદ પર નિવેદન આપ્યું હતું. રાજનાથ સિંહે કહ્યું કે, પૂર્વી લદ્દાખમાં LAC પર ચાલી રહેલા તણાવને ઓછો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ભારત અને ચીન બંને એ ઔપચારિક રીતે એમ માન્યું છે કે સરહદનો પ્રશ્ન એક જટિલ મુદ્દો છે જેના સમાધાન માટે શાંતિની જરૂર છે. આ મુદ્દાનું સમાધાન, શાંતિપૂર્ણ વાતચીત દ્વારા નીકાળવામાં આવે.15 જૂનના રોજ ગલવાન ઘાટીમાં થયેલી હિંસા અથડામણમાં 20 જવાન શહીદ થયા. ત્યારબાદ વડાપ્રધાન મોદીએ લદ્દાખ જઇ જવાનોનો હોંસલો વધાર્યો હતો. તેમણે કહ્યું કે,બોર્ડર પર જો તણાવ ચાલુ રહેશે તો દ્વિપક્ષીય સંબંધો પર સીધી અસર પડશે.
કોંગ્રેસ સહિત ઘણા વિરોધી પક્ષો ભારત-ચીન વિવાદ અંગે સરકારને પ્રશ્નો પૂછવાનો પ્રયાસ કરી રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, સંરક્ષણ પ્રધાનના નિવેદન પછી, વિપક્ષી નેતા પોતાના વિચારો સામે રાખશે. આ અંગે સૂત્રએ જણાવ્યું હતું કે, 'રક્ષા પ્રધાન બપોરે વાસ્તવિક લાઇન નિયંત્રણ ચાલી રહેલા વિવાદ પર નિવેદન આપશે. તે પછી વિપક્ષી નેતા આ મુદ્દે બોલશે.
આ પહેલા પણ સિંહે ચીનના મુદ્દા પર લોકસભાને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, LAC પર સ્થિરતા ખરાબ કરવાના ચીનના પ્રયાસોનો દર વખતે ભારતીય સૈન્ય નિષ્ફળ કર્યા છે, એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે બુધવારની સર્વપક્ષીય બેઠકમાં ચીનના મુદ્દા પર થોડી ચર્ચા થઈ શકે છે.
બેઠકના સમાપન પછી કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે, આ બેઠક ચીનના મુદ્દા પર નહોતી. આ સમય દરમિયાન બિલ અંગે ચર્ચા કરવામાં આવી હતી.સૂત્રોએ જણાવ્યું કે,સિંઘે લોકસભાના ઉપ-નેતા તરીકે સર્વપક્ષીય બેઠકમાં ભાગ લીધો હતો. જોકે વિપક્ષ વિચારી રહ્યું છે કે આગામી સમયમાં અર્થવ્યવસ્થા પર ચર્ચા કરવા માટે સરકાર પર દબાણ કરવું જોઈએ. આ બેઠકમાં પ્રધાન પિયુષ ગોયલ, સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશી અને કેન્દ્રીય પ્રધાન અર્જુનરામ મેઘવાલ હાજર રહ્યા હતા.