ETV Bharat / bharat

ચીન સાથેના તણાવ વચ્ચે રાજનાથ સિંહ આજે રશિયા જવા રવાના થશે, વિક્ટ્રી ડે પરેડના મહેમાન છે રક્ષા પ્રધાન - કોરોના વાઇરસ લેટેસ્ટ ન્યૂઝ

ગલવાનમાં 20 જવાનોની શહીદી બાદ જે રીતે ભારત સરકારે રવિવારે આર્મીને ખુલી છૂટ આપવાનો નિર્ણય કર્યો છે, તેને જોઇને આ પ્રવાસ ખૂબ જ અગત્યનો લાગે છે. પહેલા રાજનાથ સિંહે રવિવારે સેનાની ત્રણેય પાંખના પ્રમુખો સાથે બેઠક યોજી હતી.

Etv Bharat, Gujarati News, Rajnath Singh
Rajnath Singh
author img

By

Published : Jun 22, 2020, 9:49 AM IST

નવી દિલ્હીઃ ચીન સાથેના તણાવ વચ્ચે રક્ષા પ્રધાન રાજનાથ સિંહ સોમવારે રુસ જવા રવાના થઇ રહ્યા છે. રાજનાથ સિંહ મોસ્કોમાં 24 જૂને યોજાનારી વિક્ટ્રી ડે પરેડમાં ભાગ લેશે. આ પરેડ રુસની જર્મની પર જીતના 75માં વર્ષના અવસરે થઇ રહી છે. આ પરેડમાં ભારતીય સેનાની એક ટૂકડી પણ ભાગ લેશે. જે પહેલા જ મોસ્કો જવા માટે રવાના થઇ ગઈ છે. બોર્ડર પર ચીન સાથે તણાવ વચ્ચે રક્ષા પ્રધાન રાજનાથ સિંહનો આ પ્રવાસ ખૂબ જ મહત્વનો માનવામાં આવી રહ્યો છે.

ખાસ કરીને 20 જવાનોની શહીદી બાદ જે રીતે ભારત સરકારે રવિવારે આર્મીને ખુલી છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. તેને જોઇને આ પ્રવાસ ખૂબ જ અગત્યનો લાગે છે. આ તણાવી વચ્ચે ભારતીય વાયુસેનાએ રુસથી 12 નવા મિગ-29 ફાઇટર જેટ ખરીદવાનો પ્રસ્તાવ સરકારને મોકલ્યો છે. જે ડીલ 5 હજાર કરોડની હશે.

રુસના રક્ષા પ્રધાને રાજનાથ સિંહને વિક્ટ્રી પરેડ માટે આમંત્રણ આપ્યું હતું. પહેલા આ પરેડ 9 મેના દિવસે યોજાવાની હતી, પરંતુ કોવિડ 19 મહામારીને લીધે આ કાર્યક્રમને સ્થગિત કરવામાં આવ્યો હતો.

આ દરમિયાન ત્યાં ચીની નેતા પણ હાજર રહેશે, પરંતુ જણાવવામાં આવી રહ્યું છે કે, રાજનાથ સિંહ ચીની નેતાઓ સાથે મુલાકાત કરશે નહીં. રાજનાથ સિંહની સાથે રક્ષા સચિવ અજય કુમાર અને દરેક સશસ્ત્ર બળના એક શીર્ષ અધિકારી હશે. આંતરરાષ્ટ્રીય મંચ પર ચીની નેતાઓ સાથે મુલાકાત ન કરીને ભારત ચીનને ઘેરવાનો પ્રયત્ન કરી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.