પનડુબ્બી ખંડેરી દેશની બીજી સૌથી આત્યાધુનિક સબમરીન છે. ખંડેરીની વિશેષતાં છે કે તે 40થી 45 દિવસ સુધી પાણીની અંદર રહી શકે છે. એક કલાકમાં 35 કિલોમીટરનું અંતર સરળતાથી કાપે છે. જેથી ભારતીયની નૌસેનાની શક્તિમાં વધારો કરવા માટે તેને સામેલ કરવામાં આવી છે. પનડુબ્બીનું બીજુ નામ સાયલેન્ટ કિલર છે.
પનડુબ્બી આધુનિક ટેક્નોલલોજીથી તૈયાર કરવામાં આવી છે. જેમાં ટૉરપીડો અને એન્ટીશીપ મિસાઈલ તૈનાત કરવામાં આવશે. ખંડેરીમાં 36 સૈનિકો આરામ કરી શકે છે.
દેશમાં તૈયાર થયેલી આ પનડુબ્બી 67 મીટર લાંબી અને 6.2 મીટર પહોંડી છે. જેની ઊંચાઈ 1550 ટન છે, અને તે પાણીમાં 12,000 કિલોમીટરના અંતર સુધી જઈ શકે છે.
રક્ષાપ્રધાનનો પાકિસ્તાન પર કટાક્ષ....
INS ખંડેરીને સામેલ કરતાં રક્ષાપ્રધાન રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, પાકિસ્તાનને સમજવું જોઈએ કે, આજે અમારી સરકારે મજબુત મનોબળ સાથે INS ખંડેરીને દેશની નૌસેનામાં સામેલ કરી છે. જેનાથી દેશની તાકાતમાં વધારો થયો છે. હવે અમે પાકિસ્તાનને સામે લડવા માટે સક્ષમ છીએ.
રાજનાથ સિંહે આગળ વાત કરતાં જણાવ્યું હતું કે, "ખંડેરીનું નામ 'સ્વૉર્ડ ટૂથ ફિશ'થી પ્રભાવિત છે. તે સમુદ્રમા તળ સુધી પહોંચીને શિકાર કરનાર ઘાતક માછલી છે."