24મી મે 1991માં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી હતી. શ્રીલંકામાં શાંતિ સેના મોકલવાથી રોષમાં આવેલા તમિલ વિદ્રોહિઓના સંગઠન લિટ્ટેએ તમિલનાડુના શ્રીપેરમ્બદૂરમાં રાજીવ પર જીવલેણ હુમલો કર્યો હતો.આ હુમલો તે સમય થયો હતો, જ્યારે રાજીવ ગાંધી લોકસભા ચૂંટણીનો પ્રચાર કરી રહ્યા હતા.
આ આગાઉ મદ્રાસ હાઇકોર્ટે નલિની શ્રીહરનને સમય પહેલા છોડવા પર તમિલનાડુના રાજ્યપાલને નિર્દેશ આપવાની માગ કરતી અરજી રદ કરવામાં આવી હતી. નલિનીને પૂર્વ વડાપ્રધાનની હત્યા મામલે ફાંસીની સજા ફટકારવામાં આવી હતી.જેને લઈ તમિલનાડુ સરકારે તેની સજાને આજીવનમાં ફેરવી હતી.