અભિનેતામાંથી નેતા બનેલા રજનીકાંતે કહ્યું હતું કે, તમિલનાડૂ ઉપરાંત દક્ષિણ ભારતના કોઈ પણ રાજ્યમાં હિન્દી સ્વીકારી શકાય નહીં. ફક્ત હિન્દી જ નહીં પણ અન્ય કોઈ ભાષાને પણ ફરજીયાત કરવી જોઈએ નહીં. આગળ તેમણે કહ્યું કે, એક દેશ એક ભાષા એકતા અને વિકાસ માટે સારી વાત છે પણ તેને બળજબરી પૂર્વક કોઈના પર થોપવી ન જોઈએ.
આપને જણાવી દઈએ કે, આ અગાઉ અભિનેતા કમલ હાસને પણ એક દેશ એક ભાષાનો વિરોધ કરી ચૂક્યા છે. તેમણે કહ્યું હતું કે, વિવિધતામાં એકતા એ આપણો મંત્ર છે. જેને આપણે ભારત આઝાદ થયું ત્યારે સ્વિકાર્યું છે. હવે કોઈ શાહ, સુલ્તાન કે સમ્રાટ આવે તો પણ આ વાયદાને તોડવો ન જોઈએ. આપણે તમામ ભાષાનો આદર કરવો જોઈએ. પણ અમારી માતૃભાષા તમિલ છે.
અહીં ઉલ્લેખનીય છે કે, કેરલ, તમિલાનાડૂ, કર્ણાટક અને પશ્ચિમ બંગાળના નેતાઓ હિન્દી ભાષાનો વિરોધ કરી રહ્યા છે.