મંગળવારની મોડી રાતે શરીફ ખાનનો મૃતદેહને તેના ગામ પહોંચાડવામાં આવ્યો હતો, ત્યારે તેના પરીવાર સહિત ગામના લોકોએ તેનો મૃતદેહ સ્વીકારવાની ના પાડી હતી, ત્યારબાદ તેના મૃતદેહને મડદા ઘરમાં મૂકવામાં આવ્યો હતો.
શરીફના પરિવાર સહિત ગ્રામજનોની માગ છે કે, તેમના પરિવારમાંથી કોઈ એક વ્યક્તિને નોકરી આપવામાં આવે, 50 લાખ રૂપિયાની આર્થિક સહાય કરવામાં આવે, સરકારી સુવિધા આપવામાં આવે, શરીફ ખાનને શહિદનું સન્માન આપવામાં આવે અને શરીફ ખાન માટે શહિદ સ્મારક બનાવવામાં આવે.
આમ, રાજસ્થાનના ભરપુર જિલ્લાના પડાડી થાના ક્ષેત્રમાં રહેતાં 40 વર્ષીય શરીફ ખાન ટ્રક ડ્રાઈવરના પરિવારે પોતાની માગ પૂરી ન થાય ત્યાં સુધી તેનો મૃતદેહ લેવાની મનાઈ કરી છે.
આ ઘટનાની સાક્ષી રહેલાં શરીફના સાથી ઇકરામ ખાનને જણાવ્યું હતું કે, "હું બચીને ભાગી નીકળ્યો ન હોત તો આંતકીઓ મને પણ મોતને ઘાટ ઉતારી દેત. અમે જમીને ટ્રકમાં ઊંઘવા ગયા, ત્યારે અચાનક આંતકીવાદી આવી ચઢ્યા. તેઓએ મને અને શરીફને જબરદસ્તી પકડી લીધા. ગમે તેમ કરીને હું મારો જીવ બચાવીને ત્યાંથી નાસી છૂ્ટ્યો."
ઉલ્લેખનીય છે કે, કલમ 370ની નાબૂદી બાદ પાકિસ્તાન દ્વારા અવારનવાર આંતકી હુમલો કરવામાં આવે છે. જેનો અનેક લોકોને ભોગ બનવું પડે છે.