રાજસ્થાન: રાજસ્થાનમાં કોંગ્રેસી નેતાઓને કોલ ટેપ થવા તેમજ નાણાકીય લાલચ આપી ખરીદવાની નીતિઓ વિશે ધારાસભ્યોની વાતચીત ધરાવતી એક ઓડિયો ક્લિપ વાઈરલ થઈ હતી જેના પગલે રાજકારણ ગરમાયું છે. આ મામલે રાજસ્થાન SOG દ્વારા સંજય જૈન નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
ઓડિયો ક્લિપ ના મૂળભૂત સ્ત્રોત વિશે માહિતી પ્રાપ્ત કરી તે ફાઈલ ગત 28 જુલાઈએ FSLમાં તપાસ માટે મોકલવામાં આવી હતી. ત્યારબાદ આ ક્લિપનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરી દાવો કરવામાં આવ્યો છે કે તેમાં ધારાસભ્ય ભંવરલાલ શર્મા અને કેન્દ્રીય પ્રધાન ગજેન્દ્ર સિંહનો અવાજ છે. બંને નેતાઓના વોઇસ સેમ્પલ હજી લેવાના બાકી છે જે બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
આ અંગે જો કે આરોપી સંજય જૈન દ્વારા વોઇસ સેમ્પલ આપવાની મનાઈ કરવામાં આવી છે.