રાજસ્થાનમાં કોરોનાનો કેર યથાવતઃ 91 નવા પોઝિટિવ કેસ, કુલ પોઝિટિવ કેસ 16,387 - યથાવત
રાજસ્થાનમાં શુક્રવાર સવારે કોરોનાના 91 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. હાલ રાજસ્થાનમાં કુલ 16,396 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે કોરોનાને કારણે રાજસ્થાનમાં કુલ 380 લોકોના મોત નિપજ્યા છે.
જયપુરઃ રાજસ્થાનમાં કોરોના વાઇરસના સંક્રમિત દર્દીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. શુક્રવાર સવારે રાજસ્થાનમાં કોરોના વાઇરસના 91 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. 91 નવા કેસ બાદ રાજસ્થાનમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 16,387 પર પહોંચી છે.
નવા કોરોના પોઝિટિવ કેસ
- અજમેર-1
- ભરતપુર-17
- બૂંદી-1
- દૌસા-4
- જયપુર-15
- ઝુંઝુનૂ-7
- કરૌલી-13
- કોટા-23
- પાલી-5
- સિરોહી-5
આ સિવાય રાજસ્થાનમાં અત્યાર સુધી 7,57,137 લોકોના નમૂના લેવામાં આવ્યા છે. જેમાં 7,37,395 નમૂનાઓ નેગેટિવ આવ્યા છે અને 3,355 લોકોના રિપોર્ટ પેડિંગ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 12,935 પોઝિટિવ દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જ્યારે 12,658 દર્દીઓ સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં કોરોના વાઇરસના કારણે અત્યાર સુધી 380 લોકોના મોત નીપજ્યાં છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 3,072 સક્રિય કેસ છે. જેમાંથી 4,701 સ્થળાંતર થયેલા પ્રવાસીઓનો સમાવેસ થાય છે.