જયપુરઃ રાજસ્થાનમાં રાજકીય ઉથલપાછલ પર બધાની નજર રહેલી છે. શુક્રવારે જયપુરમાં એકવાર ફરીથી હલચલ જોવા મળી શકે છે. જયપુરની હોટલ ફેયરમાઉન્ટમાં હાજર ધારાસભ્યોને શુક્રવારે સવારે ચેક આઉટ કરવાનું કહેવામાં આવ્યું છે.
સંજય જૈને વૉઇસ સેમ્પલ આપવાની મનાઇ કરી
- ધારાસભ્યોની ખરીદી સાથે જોડાયેલો કેસ
- આરોપી સંજય જૈને વોઇસ સેમ્પલ આપવાની મનાઇ કરી
- સંજય જૈનને મહાનગર મેજિસ્ટ્રેટ ક્રમ બેમાં રજૂ કરવામાં આવ્યો હતો.
એરપોર્ટથી અપડેટ
- જયપુર કલેક્ટર અંતર સિંહ નેહરા એરપોર્ટ પહોંચ્યા
- DCP ઇસ્ટ રાહુલ જૈન પણ એરપોર્ટ પહોંચ્યા
- થોડીવારમાં ચાર્ટર વિમાન પહોંચશે એરપોર્ટ
CMએ કહ્યું- બેગ પેક કરીને રાખો
- કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠકનો 10 કલાકનો સમય છે
- આ બેઠકમાં જ મુખ્ય પ્રધાન નક્કી કરશે ક્યાં લઇ જવામાં આવશે આ ધારાસભ્યોને
- બધા ધારાસભ્યોને બેગ પેક કરીને તૈયાર રહેવાના મળ્યા નિર્દેશ
- અત્યારે કોઇ ધારાસભ્યને જણાવવામાં આવ્યું નથી કે આગામી વ્યવસ્થા શું હશે
- જૈસલમેર, જોધપુર, બાડમેર અથવા ઉદયપુર
- મહારાષ્ટ્રમાં પણ થઇ શકે છે ધારાસભ્યોનો આગામી પડાવ
ધારાસભ્યોનું શિફ્ટિંગ
ગહલોત સમર્થક ધારાસભ્યોને જયપુરથી બહાર જવાના પ્રકરણે ચાર્ટર વિમાનથી બહાર જશે. જેમાં 2 ચાર્ટર વિમાન નક્કી કરવામાં આવ્યા છે. આ બુક્ડ 1 ચાર્ટર બપોરે 12 કલાકે અને બીજું ત્રણ કલાકે રવાના થશે.
ધારાસભ્યોને શિફ્ટ કરવાની તૈયારી
ગહલોત કેમ્પના ધારાસભ્યોને શુક્રવારે શિફ્ટ કરવામાં આવી શકે છે. જયપુરની હોટલ ફેયરમાઉન્ટથી અન્ય કોઇ જગ્યાએ શિફ્ટ કરવામાં આવશે. આ તમામ ધારાસભ્યોને જૈસલમેર, જોધપુર અથવા ફરીથી ઉદયપુર લઇ જવાનો નિર્ણય ધારાસભ્ય દળની બેઠક બાદ કરવામાં આવશે.