જયપુર: રાજસ્થાનમાં રાજકીય હલચલ વચ્ચે ભાજપ નેતાઓ દિલ્હીની મુલાકાતે જતા રાજકારણ ગરમાયું છે. જો કે, ભાજપના નેતાઓની દિલ્હી મુલાકાત ગુપ્ત રાખવામાં આવી રહી છે. સૂત્રોનું માનીએ તો ભાજપના પ્રદેશ અધ્યક્ષ સતીશ પૂનિયા, વિપક્ષના નેતા રાજેન્દ્ર રાઠોડ અને સંગઠન મહાપ્રધાન ચંદ્રશેખર શનિવારે સાંજે ભાજપના મુખ્યાલયથી દિલ્હી જવા રવાના થયા હતાં.
રાજ્યમાં રાજકીય ઉથલપાથલ છતાં પ્રદેશ અધ્યક્ષ સતીશ પૂનિયા શનિવારે ભાજપના મુખ્યાલયમાં પહોંચ્યા નહોતા. તેનો મોબાઇલ પણ સ્વીચ ઓફ આવી રહ્યો હતો. વિપક્ષ નેતા રાજેન્દ્ર રાઠોડ પણ દિલ્હી જવાના ગયાં છે. રાજસ્થાનમાં રાજકારણ ગરમાયું છે, ત્યારે ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વસુંધરા રાજેએ છેવટે મૌન તોડ્યુ છે અને એક ટ્વિટ કરી કહ્યું કે, કોંગ્રેસના આંતરિક વિખવાદને લીધે પ્રદેશની પ્રજાને સહન કરવું પડી રહ્યું છે. હું 'ભાજપ' અને તેની 'વિચારધારા' બન્ને સાથે છું. આ અગાઉ વસુંધરા પર ઉપર અશોક ગેહલોતને સાથ આપવાનો આરોપ લાગ્યો હતો. હનુમાન બેનીવાલે ગુરુવારે કહ્યું હતું કે, વસુંધરા ગેહલોત સરકારને બચાવી રહ્યાં છે. પાયલટ છાવણીએ પણ આવો જ આરોપ લગાવ્યો હતો.
રાજસ્થાનમાં ધારાસભ્યોના હોર્સ ટ્રેડિંગને લઈ જે ફોન ટેપિંગનો મુદ્દો પ્રકાશમાં આવ્યો છે, અંગે ભાજપે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું.જેમાં ભાજપે કહ્યું હતું શું સત્તાવાર રીતે ફોન ટેપિંગ થયું, શું સરકાર પોતાને બચાવવા માટે ગેરકાયદેસર પદ્ધતિઓનો ઉપયોગ કરી રહી છે? તેની તપાસ CBI દ્વારા થવી જોઈએ.
ગુલાબચંદ કટારિયાએ પાર્ટીની ગતિવિધિઓને લઇને ચર્ચા કરી હતી અને મીડિયા સાથે પણ વાતચીત કરી હતી. આ સમય દરમિયાન તેમને પૂછવામાં આવ્યું કે, રાજ્યના ભાજપના નેતા અચાનક દિલ્હી તરફ કેમ વળ્યાં છે, ત્યારે કહ્યું કે, ભાજપના નેતાઓ અને કાર્યકરો પાર્ટીમાંથી તેમના અંગત કામથી દિલ્હી આવતા-જતા રહે છે. જેમાં કોઇ વિશેષ વાત નથી. ખાનગીમાં કોઈપણને ગમે ત્યારે દિલ્હી જવું પડી શકે છે.
તમને જણાવી દઇએ કે, પ્રદેશ અધ્યક્ષ સતીશ પૂનિયા, વિપક્ષી નેતા રાજેન્દ્ર રાઠોડ અને સંગઠન મહાપ્રધાન ચંદ્રશેખર અચાનક દિલ્હી જવા રવાના થયા હતાં, ત્યારથી અનેક અટકળો લગાવવામાં આવી રહી છે. ભાજપના નેતાઓની દિલ્હી મુલાકાતને કારણે રાજ્યમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ, દિલ્હીમાં ભાજપના નેતાઓ કેન્દ્રીય નેતૃત્વને રાજ્યમાં ચાલી રહેલી રાજકીય પ્રવૃત્તિઓ વિશે વાત કરશે.