જયપુર: રાજસ્થાનમાં ધારાસભ્યોની ખરીદી અંગે રાજસ્થાન સરકાર દ્વારા રાજસ્થાન એસઓજીને ફરિયાદ પત્ર લખવામાં આવ્યો છે. એસઓજી સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર તરફથી ફરિયાદ નોંધાયા બાદ તરત જ એફઆઈઆર નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે.
આ સાથે, એક ટેક્નિકલ સેલ તેમજ એક અલગ એકમની રચના કરવામાં આવી છે.જે આ સમગ્ર ઘટનાની તપાસ કરી તેનો રિપોર્ટ તૈયાર કરી રહી છે. મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે પણ આજે પત્રકાર પરિષદ દરમિયાન ઉલ્લેખ કર્યો કે, સરકારે આ અંગે એસઓજીમાં એફઆઈઆર નોંધાવી છે.
કોંગ્રેસના ધારાસભ્યો અને અપક્ષ ધારાસભ્યોની ખરીદી અંગે રાજસ્થાન સરકારે ડીજી એસીબી આલોક ત્રિપાઠીને ફરિયાદ કર્યા બાદ રાજસ્થાન એસઓજીને પણ ફરિયાદ કરી છે. સરકારે આપેલા ફરિયાદ પત્રમાં કેટલાક ફોન નંબરનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને તે ફોન નંબરથી કૉલ કરી કોંગ્રેસના ધારાસભ્ય અને અપક્ષ ધારાસભ્યોને પૈસાની લાલચ આપવામાં આવી હતી.
ફરિયાદ પત્રમાં આપેલા તમામ ફોન નંબરને સર્વેલન્સ પર મુકવામાં આવ્યા છે. તેમજ જે ધારાસભ્યોના ફોન પર આવા કૉલ આવેલા છે, તે તમામ ધારાસભ્યોના ફોન પણ એસીબી અને એસઓજી દ્વારા સર્વેલન્સ પર મૂકવામાં આવ્યા છે. હવે રાજસ્થાન એસીબી અને એસઓજી આ સમગ્ર ઘટનાની તપાસ કરી રહ્યા છે. ત્યારે, સરકાર દ્વારા ફરિયાદ પત્ર આવ્યા બાદ એસીબી અને એસઓજી અધિકારીઓએ પત્રકારોથી અંતર જાળવી રાખ્યું છે.