ETV Bharat / bharat

રાજસ્થાન હાઈકોર્ટે કોરોનિલ અંગે પતંજલિને નોટિસ ફટકારી

author img

By

Published : Jul 4, 2020, 6:02 PM IST

રાજસ્થાન હાઈકોર્ટે કોરોનાની દવા કોરોનિલને લઈને પતંજલિને નોટિસ ફટકારી છે. ચીફ જસ્ટિસ ઇંન્દ્રજીત મહાન્તિ અને ન્યાયાધીશ પ્રકાશ ગુપ્તાની બેંચે એસ.કે.સિંઘની પીઆઈએલ પર પ્રાથમિક સુનાવણી હાથ ધરતાં આ આદેશ આપ્યો હતો.

eta bharat
રાજસ્થાન: હાઈકોર્ટે ડ્રગ કોરોનિલ અંગે પતંજલિને નોટિસ ફટકારી

જયપુર: અરજીમાં કહેવામાં આવ્યું છે કે, પતંજલિએ એક દવા શરૂ કરી છે અને એવો દાવો કરવામાં આવ્યો છે કે આ દવા કોરોનાને મટાડી શકે છે. જ્યારે આ લોન્ચ કરવાના પહેલા યોગ્ય રીતે કોઈ પરીક્ષણ કરવામાં આવ્યુ નથી અને ના તો ઉત્તરાંચલ સરકાર તરફથી આ અંગેનું લાઇસન્સ લેવામાં છે. આયુષ મંત્રાલય અને આઈસીએમઆરને પણ આ વિશે જાણ કરવામાં આવી નથી. આ સંદર્ભે ડબ્લ્યુએચઓની ગાઇડ લાઇનનું પણ પાલન કરવામાં આવ્યું નથી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે આઇસીએમઇ અને આયુષ મંત્રાલયે આ દવા માટે તેમની મંજૂરી આપી નથી. આવી સ્થિતિમાં, જે લોકો આ દવા લે છે તે આગળ જઇને સંક્રમિત થઇ શકે છે. અને મૃત્યુ પણ પામી શકે છે. આ અંગે સુનાવણી કરતી વખતે બેંચે પતંજલિ અને અન્ય લોકોને નોટિસ પાઠવી છે અને જવાબ સમન્સ મોકલ્યુ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.