નવી દિલ્હી: સિબ્બલની પ્રિતક્રિયા ત્યારે આવી જ્યારે રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગહલોતે આરોપ લગાવ્યો કે ભાજપ દ્વારા કોંગ્રસના ધારાસભ્યોને ખરીદીને તેમની સરકારને પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
અશોક ગહલોતે કહ્યું હતું કે, ભાજપના નેતાઓમાં હવે માનવતા નથી રહી. કારણે કે, કોરોના વાઇરસના સંકટ વચ્ચે તેમની સરકારને અસ્થિર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અશોક ગેહલોતે આક્ષેપ કર્યો છે કે, અત્યારે તમામનું કોરોના સામે લડવામાં ધ્યાન હોવું જોઈએ. અમે પણ એજ કરી રહ્યા છે પણ ભાજપ સરકાર પાડવાના પ્રયત્નોમાં લાગી છે. આવુ વાજપેઈના સમયમાં નહતું.
આ ઘટનાક્રમ વચ્ચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે પક્ષ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, " પાર્ટી માટે હું ચિંતિત છું."
રાજસ્થાનમાં સીએમ અશોક ગેહલોતની સરકારને ઉથલાવવાના કથિત પ્રયાસોના કેસમાં 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેના પગલે રાજ્યનો રાજકીય માહોલ ગરમાઈ ગયો છે.
સિબ્બલના ટ્વિટ પર લોકો રાહુલ ગાંધીને ટ્રોલ કરી રહ્યા છે.