ETV Bharat / bharat

આગામી 3 વર્ષમાં ભારતીય રેલવે 100 ટકા વિદ્યુત પુરવઠાથી ચાલતી જશે: પિયુષ ગોયલ - ગ્રીન રેલવે

ભારતીય ઉદ્યોગ સંગઠનના એક કાર્યક્રમમાં સંબોધન કરતી વખતે કેન્દ્રીય રેલવે પ્રધાન પિયુષ ગોયલે નિવેદન આપ્યું હતું કે, આગામી 3.5 વર્ષમાં ભારતીય રેલવે 100 ટકા વિદ્યુત પુરવઠાથી ચાલતી થઇ જશે. વર્ષ 2030 સુધીમાં તમામ ટ્રેનોને પ્રદૂષણમુક્ત કરવાનો સંકલ્પ છે.

આગામી 3.5 વર્ષોમાં ભારતીય રેલવે 100 ટકા વિદ્યુત પુરવઠાથી ચાલતી થઇ જશે: પિયુષ ગોયલ

author img

By

Published : Jul 16, 2020, 3:43 PM IST

નવી દિલ્હીઃ કેન્દ્રીય રેલવે પ્રધાન પિયુષ ગોયલે નિવેદન આપ્યું હતું કે, ભારતીય રેલવે આવનારા 3.5 વર્ષ સુધીમાં 100 ટકા વીજળીથી સંચાલિત થઇ જશે. વર્ષ 2030 સુધીમાં ગ્રીન રેલવે એટલે કે પ્રદૂષણમુક્ત ટ્રેન ઉપલબ્ધ કરી દેવાનું લક્ષ્ય છે.

રેલવે પ્રધાન પિયુષ ગોયલ ભારતીય ઉદ્યોગ સંઘના એક કાર્યક્રમમાં સંબોધન કરી રહ્યા હતા. જેમાં તેમણે જણાવ્યું કે, પુનઃપ્રાપ્ય ઊર્જાના સંવર્ધનમાં ભારતે નોંધપાત્ર પ્રગતિ કરી છે. કેન્દ્ર સરકાર સોલર ઊર્જા ક્ષેત્રે કાર્યક્ષમતા વધારવા અનેક પ્રયત્નો કરી રહી છે.

"ભારતીય રેલવે આવનારા 3.5 વર્ષમાં 100 ટકા વિદ્યુત સંચાલિત અને 9થી 10 વર્ષોમાં ઝીરો ઓપરેટર ધરાવતી થઇ જશે. વર્ષ 2030 સુધીમાં આપણે સૌ વિશ્વની સૌથી વિશાળ 'ગ્રીન રેલવે' ધરાવનાર દેશના નાગરિક તરીકે ગર્વ અનુભવીશું."

ભારતીય રેલવે દ્વારા 40,000 કિલોમીટર રૂટની રેલવે લાઈન ને વિદ્યુત સંચાલિત કરી દેવામાં આવી છે જેમાંથી 18,605 કિલોમીટર રૂટ નું વર્ષ 2014-20 દરમિયાન વિદ્યુત સંચાલન થઇ ગયું હતું.

હવે વર્ષ 2020-21 સુધીમાં 7,000 કિમી રૂટને વિદ્યુત સંચાલિત કરવાનો લક્ષ્યાંક છે. ડિસેમ્બર 2023 સુધીમાં બ્રોડ ગેજ નેટવર્કનાં તમામ રૂટ વિદ્યુત સંચાલિત થઈ જશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય રેલવેને 100 ટકા વિદ્યુત સંચાલિત કરવાનો કાર્યક્રમ મંજૂર કર્યો છે. દેશભરમાં 1,20,000 કિલોમીટરનો વિસ્તાર ધરાવતી ભારતીય રેલવે વિશ્વની સૌથી વિશાળ રેલવે લાઈન હશે જે 100 ટકા વિદ્યુત સંચાલિત હશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.