ETV Bharat / bharat

આજથી 196 જોડી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન થશે શરૂ - 196 જોડી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન

તહેવારોને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવે દ્વારા તહેવારોની સિઝનમાં કુલ 196 જોડી વિશેષ ટ્રેનો દોડાવવામાં આવશે. આ ટ્રેનોનું સંચાલન મગંળવારથી 30 નવેમ્બરની વચ્ચે કરવામાં આવશે.

ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન
ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન
author img

By

Published : Oct 20, 2020, 7:19 AM IST

નવી દિલ્હી: ભારતીય રેલવે દુર્ગાપૂજા, દશેરા, દિવાળી અને છઠ્ના તહેવારોને ધ્યાનમાં રાખીને 196 જોડી તહેવાર સ્પેશલ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરવામાં આવી હતી. આ ટ્રેનોનું સંચાલન 20 ઓક્ટોબરથી 30 નવેમ્બર દરમિયાન કરવામાં આવશે.

આ ટ્રેનોને વધુ કલકત્તા, વારાણસી, લખનઉ, પટના અને અન્ય ઘણા સ્થળો પર ચલાવવામાં આવશે. આજથી શરૂ થતી કેટલીક વિશેષ ટ્રેનોમાં 02572 દિલ્હી-શ્રી ગંગાનગર, ટ્રેન નંબર 04519 દિલ્હી-ભટિંડા, ટ્રેન નંબર 04418 નિઝામુદ્દીન-પુણે, ટ્રેન નંબર 02231 લખનઉ-ચંદીગ, 02866 લોક-લોકમાન્ય તિલક ટર્મિનલ, 08414 પુરી-પારદીપ સ્પેશિયલ, 02892 ભુવનેશ્વર-બંગરીપોસી સ્પેશિયલ, 02760 હૈદરાબાદ-તાંબરમ દૈનિક વિશેષ ટ્રેન અને ઘણી અન્ય ટ્રેનોનો સમાવેશ થાય છે.

રેલ્વે મંત્રાલયના હુકમ મુજબ આ તહેવાર સ્પેશલ ટ્રેનોનું ભાડુ નિયમિત ટ્રેનોના ભાડા કરતા 10-30 ટકા વધારે રહેશે.ટ્રેનો ઓછામાં ઓછી 55 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે. આ ટ્રેનોમાં વધુને વધુ AC 3 ટાયર કોચ લગાવવામાં આવી રહ્યા છે. 30 નવેમ્બર પછી તેમનું સંચાલન કરવામાં નહીં આવે.

ગયા અઠવાડિયે, રેલવે બોર્ડના અધ્યક્ષે પણ તહેવારોમાં થતી ભીડને ધ્યાનમાં રાખીને રેલવે સ્ટેશન પર સુરક્ષા અને કોવિડ પ્રોટોકોલની સમીક્ષા કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.