નવી દિલ્હીઃ ભારતીય રેલવેએ બધી જ વિશેષ ટ્રેન માટે એડવાન્સ રિઝર્વેશનની સમય મર્યાદામાં વધારો કર્યો છે. જેમાં 12 મેથી રાજધાની ટ્રેનના માર્ગ પર સંચાલિત 15 જોડી ટ્રેન અને એક જૂનથી ચાલવા જઇ રહેલી 100 જોડી નવી ટ્રેનનો સમાવેશ કરવામાં આવ્યો છે.
રેલવેએ બધી જ વિશેષ ટ્રેનો માટે અગ્રિમ આરક્ષણના સમયને 30 દિવસથી વધારીને 120 દિવસ કર્યો છે. જેમાં 12 મેથી રાજધાની ટ્રેનના માર્ગ પર સંચાલિત 15 જોડી ટ્રેન અને એક જૂનથી ચાલવા જઇ રહેલી 100 જોડી નવી ટ્રેનનો સમાવેશ થાય છે.
રેલવેએ એક નિવેદનમાં જણાવ્યું કે, રેલ મંત્રાલયે બધી જ વિશેષ ટ્રેનોની અગ્રિમ આરક્ષણનો સમય (એઆરપી)ને હાલના 30 દિવસથી વધારીને 120 દિવસ કરવામાં આવ્યો છે. આ બધી 230 ટ્રેનોમાં પાર્સલ અને સામાની બુકિંગની અનુમિત આપવામાં આવશે.
એક નિવેદનમાં કહ્યું કે, વર્તમાન બુકિંગ રોડસાઇડ સ્ટેશનો માટે સીટોનું તત્કાલ કોટા ફાળવણી અને અન્ય નિયમો તેમજ શરતો પહેલા જેવી જ રહેશે.