નવી દિલ્હીઃ આઠ ફેબ્રુઆરીએ દિલ્હી વિધાનસભા ચૂંટણી જાહેર કરાઈ છે, ત્યારે વિવિધ પાર્ટીઓ ચૂંટણી પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. પોતાના સ્ટાર પ્રચારકો દ્વારા પ્રજાને પોતાની તરફ ખેંચવાના પ્રયાસો કરી રહી છે. બીજી તરફ આ બધાને જડબાતોડ જવાબ આપવા માટે ભાજપનો પ્રચાર કરવા માટે વડાપ્રધાન મોદી પોતે ચૂંટણી પ્રચારમાં ભાગ લઈ રહ્યાં છે.
ચૂંટણી પ્રચારના ભાગરૂપે વડાપ્રધાન મોદી આજે દ્વારાકા ક્ષેત્રમાં બીજી જનસભા સંબોધિત કરશે. તેમજ દ્વારાકામાં ભાજપના ઉમેદવાર પ્રદ્યુમન રાજપૂતને મત આપી ભાજપને જીત અપાવવા આગ્રહ કરશે. આમ, ભાજપને ટેકો આપવા માટે જેપી નડ્ડા, અમિત શાહ, વિજય રૂપાણી અને મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પણ ચૂંટણી પ્રચારમાં જોડાશે. પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી પણ જંગપુરા અને સંગમ વિહાર વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કરશે.
બીજી તરફ કેજરીવાલ આમ આદમી પાર્ટીનું ઘોષણા પત્ર જાહેર કરશે અને ભગવંત માનને મત અપાવવા માટે પ્રચાર કરશે.નોંધનીય છે કે, દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે વડાપ્રધાન મોદીએ પહેલી ચૂંટણી રેલી કડકડડૂમામાં ગત સોમવારે યોજી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, "નાગરિકતા સંશોધન કાયદો, શાહીન બાગ થઈ રહેલા પ્રદર્શન પાછળ રાજકારણ રચાઈ રહ્યું છે. લોકોને વિકાસને ધ્યાનમાં રાખીને મતદાન કરવું જોઇએ."
ઉલ્લેખનીય છે કે, દિલ્હીની 70 વિધાનસભા બેઠકો પર 8 ફેબ્રુઆરીએ મતદાન થશે અને 11 ફેબ્રુઆરીએ પરીણામ જાહેર કરવામાં આવશે.