ETV Bharat / bharat

રાહુલ ગાંધીએ PM મોદીને પાઠવી શુભકામનાઓ, સ્વીકારી અમેઠીની હાર

author img

By

Published : May 23, 2019, 8:08 PM IST

Updated : May 23, 2019, 10:05 PM IST

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019ના પરિણામો હવે સ્પષ્ટ થઇ ગયું છે, ત્યારે દેશભરમાં ફરી એકવાર નમો સરકાર બનવા જઇ રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રેસ કૉન્ફરન્સ યોજીને PM મોદીને જીતની શુભેચ્છાઓ પાઠવી હતી. આ સાથે પોતાની અમેઠીમાં હાર સ્વીકારી લીધી છે.

પ્રેસ કોન્ફરન્સ યોજીને રાહુલે PM મોદીને પાઠવી શુભકામના, સ્વીકારી અમેઠીની હાર

રાહુલ ગાંધીએ ચૂંટણી પરિણામો પર વિચાર વિમર્શ કરવા માટે આવતા સપ્તાહે કોંગ્રેસ કાર્ય સમિતીની બેઠક બોલાવાઈ છે. ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ રાહુલ ગાંધીએ પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું કે, આજે સ્મૃતિજી અમેઠીમાં જીત્યા છે, હું તેમને શુભેચ્છાઓ પાઠવું છું. વધુમાં રાહુલે કહ્યું કે, હું નરેન્દ્ર મોદીને પણ જીતની શુભેચ્છાઓ પાઠવું છું, અને માલિક સમા જનતાના આ નિર્ણયને હું સન્માન આપું છું.

તેમણે કહ્યું કે, કોંગ્રેસના કાર્યકર્તાઓએ પણ તનતોડ મહેનત કરી છે. તે બદલ હું સૌનો આભારી છુ.

આ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે, આ અમારી અને મોદીની વિચારધારાની લડાઈ છે. નરેન્દ્ર મોદીનો એક વિચાર છે, તો આપણો પણ અલગ વિચાર છે. વિચારધારાની આ લડાઈમાં પણ મોદી અને તેમની પાર્ટી જીત્યા છે. હું તેમને જીતની શુભેચ્છાઓ પાઠવું છું. પરંતુ કોંગ્રેસના કાર્યકર્તાઓએ પણ નિરાશ થવાની જરૂર નથી. આપણે સાથે મળીને વિચારધારા માટે લડીશું.

Intro:Body:

rahul Gandhi

Conclusion:
Last Updated : May 23, 2019, 10:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.