નવી દિલ્હી: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત વધારાને લઈને સોમવારે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, દેશના ગરીબ, મજૂરો અને મધ્યમ વર્ગને રાહત આપવા માટે પેટ્રોલિયમ ઉત્પાદનોના ભાવમાં થયેલા વધારાને તાત્કાલિક પાછો ખેંચવો જોઇએ. તેમણે વધુમાં કહ્યું આપણે બધાંએ સાથે મળીને તેલના વધતા જતા ભાવ સામે અવાજ ઉઠાવવો જોઇએ, જેથી સરકાર તેલના ભાવ ઘટાડો કરે.
તેમણે કહ્યું કે કોરોના મહામારી, બેરોજગારી અને 'આર્થિક તોફાન' ની વચ્ચે સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરીને લોકોને નુકસાન પહોંચાડી રહી છે.તેમણે કહ્યું, દેશમાં 'કોરોના, બેકારી અને આર્થિક તોફાન આવ્યું છે. દેશનો દરેક નાગરીક આ તોફાનનો ભોગ બન્યો છે. સૌથી મોટુ નુકસાન મજૂરો, ખેડૂતો અને મધ્યમ વર્ગ અને પગારદાર વર્ગને થયો છે.
-
आइये #SpeakUpAgainstFuelHike campaign से जुड़ें। pic.twitter.com/oh8AEfqM3y
— Rahul Gandhi (@RahulGandhi) June 29, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">आइये #SpeakUpAgainstFuelHike campaign से जुड़ें। pic.twitter.com/oh8AEfqM3y
— Rahul Gandhi (@RahulGandhi) June 29, 2020आइये #SpeakUpAgainstFuelHike campaign से जुड़ें। pic.twitter.com/oh8AEfqM3y
— Rahul Gandhi (@RahulGandhi) June 29, 2020
કોંગ્રેસ નેતાએ કહ્યું કે, ' આ વર્ગોની સરકારે આર્થિક મદદ કરવી પડશે. અમે સૂચવ્યું હતું કે 'ન્યાય' યોજનાની તર્જ પર, કેટલાક મહિના માટે દરેક ગરીબ માણસના ખાતામાં સીધા પૈસા નાખો. આ સાથે MSME માટે પણ એક પેકેજનો આગ્રહ કર્યો હતો.
તેમણે આરોપ લગાવ્યો હતો કે, સરકારે ગરીબ અને નાના ઉદ્યોગપતિઓને રાહત આપવાને બદલે ધનિક લોકોની મદદ કરી રહી છે. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે, 'સરકારે કરેલું સૌથી મોટું ખોટું કામ એ છે કે હાલના સમયમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 22 ગણો વધારો કરવામાં આવ્યો છે. જેના કારણે ગરીબ લોકોને સીધો નુકસાન પહોંચ્યો છે.
તેમણે કહ્યું કે, 'ક્રૂડ ઓઇલની કિંમતમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. અમે માંગ કરી છે કે ઉત્પાદ ભાવમાં થયેલા વધારાને પાછો ખેંચી લેવામાં આવે અને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયેલા વધારાને પણ તાત્કાલિક પાછો ખેંચી લેવામાં આવે.
ડીઝલનો ભાવ સોમવારે 13 પૈસા વધીને રૂપિયા 80.53 પર પહોંચી ગયો છે. છેલ્લા ત્રણ અઠવાડિયામાં ડીઝલના કુલ ભાવમાં પ્રતિ લિટર રૂપિયા 11.14 નો વધારો થયો છે.