નવી દિલ્હી: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કોરોના સંકટને પહોંચી વળવાની રીતો અંગે વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો સાથે ચર્ચા કરી રહ્યા છે. આ વાતચીતનો વીડિયો આજે(બુધવારે) સવારે 10 કલાકે યુટ્યુબ ચેનલ પર પ્રકાશિત કરવામાં આવ્યો હતો.
-
Watch this video to see how paid media distorts the truth to serve their masters and distract attention from REAL issues. pic.twitter.com/i0pHwnbtvk
— Rahul Gandhi (@RahulGandhi) May 26, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Watch this video to see how paid media distorts the truth to serve their masters and distract attention from REAL issues. pic.twitter.com/i0pHwnbtvk
— Rahul Gandhi (@RahulGandhi) May 26, 2020Watch this video to see how paid media distorts the truth to serve their masters and distract attention from REAL issues. pic.twitter.com/i0pHwnbtvk
— Rahul Gandhi (@RahulGandhi) May 26, 2020
આ વાતચીતના મહત્વના અંશો:
રાહુલ- પરીક્ષણ માટે કેવા પ્રકારની વ્યૂહરચના અપનાવી જોઈએ?
પ્રોફેસર ઝા- દક્ષિણ કોરિયા અને તાઈવાન જેવા દેશોએ આ મામલે સારું પ્રદર્શન કર્યું છે. તે વિસ્તારોમાં જ્યાં કોરોનાના વધુ કેસો સામે આવ્યા ત્યારે પરીક્ષણમાં વધારો કરવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં આવતા કોઈપણ વ્યક્તિ માટે પરીક્ષણ ફરજિયાત થવું જોઈએ. વ્યક્તિ શા માટે આવ્યો તે મહત્વનું નથી.
રાહુલ - શ્વાસ અને ડાયાબિટીઝ રોગોથી બચવા માટે યુવાનો શું કરી શકે છે?
પ્રોફેસર ઝા - જો તમે માનો છો કે તમે સ્વસ્થ છો, અને તમારી પાસે કોરોના નથી. તો તે ભ્રામક છે. ખુલ્લામાં કામ કરતા યુવાનો માટે ખાસ તકેદારી અને આયોજન હોવું જોઈએ.
રાહુલ: શું વધતી ગરમીને કારણે કોરોના સમાપ્ત થાય છે, તમે આ વિશે શું કહેવા માંગો છો?
પ્રોફેસર ઝા- આ પ્રકારની ધારણા ખોટી છે. જ્યાં સુધી આવા સંશોધન ન થાય ત્યાં સુધી આવા કોઈ પૂર્વ ધારણા બાંધવી યોગ્ય રહેશે નહીં. એવું કહેવામાં આવી રહ્યું છે કે, બીસીજી રસી કોરોના વાઈરસને મટાડે છે. પણ આ અંગે અંતિમ અભિપ્રાય બાંધી લેવાય નહીં. પરંતુ એ હકિકત છે કે, તમે જેટલા બહાર રહો, તેટલું કોરોનાનું જોખમ વધારે રહે છે.
રાહુલ: સંયુક્ત કુટુંબમાં કોરોનાનું જોખમ વધારે છે?
પ્રોફેસર ઝા- ન્યૂયોર્કમાં એવું જોવા મળ્યું હતું કે, કોરોના ચેપ લાગનારા યુવકને ખબર ન હતી. તમે મહત્તમ પરીક્ષણો દ્વારા કોરોના સંક્રમિતોને શોધી શકો છો માટે રિપોર્ટમાં વધારો કરવો જરૂરી છે.
રાહુલ- 9/11 એ વિશ્વ માટે એક નવો અધ્યાય હતો. પરંતુ મને લાગે છે કે, કોરોના પછી દુનિયા ફરી બદલાઈ જશે. કારણ કે, તમે કોરોનાને ફેલાવવાથી રોકી શકતા નથી. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકારે રાજ્યો સાથે વધુમાં વધુ સહયોગ કરવો જોઈએ. તમે આ બાબતે શું કહેવા માંગો છો?
પ્રોફેસર ઝા- હા કોરોનાએ વિશ્વની સિસ્ટમ પર ઉંડી અસર કરી છે. યુરોપ અને અમેરિકા જેવા દેશો પણ કોરોના સામે જીતી શક્યા નથી.
રાહુલ- રસી વિશે કોઈ માહિતી છે?
પ્રોફેસર - ત્રણ દેશોએ આશા ઉભી કરી છે. એવી અપેક્ષા રાખવી જોઈએ કે, આ રસી આવતા વર્ષ સુધીમાં શોધાઈ જશે. જ્યાં સુધી ભારતનો સવાલ છે, તેને એક અલગ નીતિ બનાવવી પડશે. કારણ કે, અહીં આશરે 50 કરોડ જેટલી મોટી સંખ્યામાં રસીની જરૂર પડશે.
રાહુલ - કોરોના વાઈરસથી યુરોપને કેવી અસર પડે છે?
પ્રોફેસર જોહાન - ફક્ત એક ટકા લોકોને વધારે અસર દેખાઈ રહી છે. બાકીના 99 ટકા લોકોમાં વધારે અસર જણાતી નથી. હા કેટલાક લક્ષણો દેખાય જરૂર જણાય છે.
રાહુલ - લોકડાઉન પછી દુનિયા પર શું અસર થશે અને દેશની વ્યૂહરચના શું હોવી જોઈએ?
પ્રોફેસર જોહાન - હાલમાં કોઈ પણ દેશની નક્કર વ્યૂહરચના નથી. બધાએ સાથે મળીને વિચાર કરવો પડશે. તમારે ધીમે ધીમે છુટ આપવી જોઈએ. જો પરિસ્થિતિ વધુ વણસી જાય તો તમારે પિછેહટ કરવી જોઈએ.
રાહુલ - પરીક્ષણની ગતિ શું હોવી જોઈએ?
પ્રોફેસર જોહાન - શક્ય તેટલા વધુ પરીક્ષણ કરો. વૃદ્ધોની કાળજી વિશેષ લેવી.
રાહુલ - આર્થિક મોરચા પર તેની કેવી અસર પડશે?
પ્રોફેસર જોહાન - તમારે વિચારવું પડશે કે, લોકડાઉન કરવાની પદ્ધતિ શું છે. ભારતમાં જે રીતે તેનો અમલ થયો તેનાથી અર્થવ્યવસ્થાને ઘણું નુકસાન થયું છે, પરંતુ સ્વીડનમાં એવું બન્યું નહીં. અહીંની પદ્ધતિ એકદમ અલગ હતી.
આ અગાઉ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મંગળવારે જાહેર આરોગ્ય વ્યવસાયિક આશિષ ઝા અને સ્વીડિશ રોગચાળાના નિષ્ણાંત જોહાન ગિસેક સાથે અર્થશાસ્ત્ર, સામાજિક વિજ્ઞાન, આરોગ્ય અને કોવિડ-19 કટોકટી સાથે સંકળાયેલા માર્ગોના અગ્રણી નિષ્ણાતો સાથે શ્રેણીબદ્ધ ચર્ચા કરી હતી. આ વાતચીત રાહુલ ગાંધીની કોવિડ સંકટ સિરિઝના ત્રીજા એપિસોડમાં કરી હતી.
આ અગાઉના વીડિયોમાં રાહુલ ગાંધીએ વિશ્વ-વિખ્યાત અર્થશાસ્ત્રી રઘુરામ રાજન અને નોબેલ વિજેતા અભિજિત બેનરજી સાથે વાત કરી હતી. કોરોના સંકટને લગતા વિષયો પર રાહુલ ગાંધીએ પરપ્રાંતિય મજૂરો સાથેની વાતચીતનો વીડિયો તેમની યુટ્યુબ ચેનલ પર મુક્યો કર્યો હતો. આ ડોક્યુમેન્ટરી ફિલ્મમાં પરપ્રાંતિય મજૂરોની આપવીતી દર્શાવવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તાજેતરમાં દિલ્હીમાં સ્થળાંતર કરાયેલા મજૂરોને મળ્યા હતા. આ બેઠક દરમિયાન રાહુલ ગાંધીએ ઘરે જવાના સમયે ઉત્તર પ્રદેશ જતા મજૂરોને મળ્યા હતા. આ પછી રાહુલે તેને વાહન દ્વારા ઘરે મોકલી આપ્યા હતો. નાણાં પ્રધાન નિર્મલા સીતારામને પણ કાર્યકરોને મળવાની બાબતે રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા હતા.