નવી દિલ્હીઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, માત્ર લૉકડાઉન એ જ કોરોન સામે લડવા માટે પર્યાપ્ત નથી.
રાહુલે કોરોના વાઇરસ અને તેને સંબંધિત મુદ્દાઓ પર ગુરૂવારે લાઇવ વીડિયો કોન્ફરન્સમાં કહ્યું કે, લૉકડાઉનથી આપણે કોવિડ 19ને હરાવી શકીશું નહીં.
રાહુલ ગાંધીએ તપાસની પ્રક્રિયા પર પ્રશ્નો ઉઠાવતા કહ્યું કે, આ ખૂબ જ ધીમી છે. આ પ્રક્રિયા ઝડપી કરવાની જરુર છે.
- રાહુલે વધુ શું કહ્યું...
- દેશમાં ઇમરજન્સી જેવી સ્થિતિ
- રાજ્યોને પૈસા આપો
- કેન્દ્ર સરકાર કોરોના ટેસ્ટિંગની સંખ્યા વધારે
- રેન્ડમ ટેસ્ટિંગની સંખ્યા વધી
- લૉકડાઉથી વાઇરસને હરાવી શકાશે નહીં
- સાંસદ નિધિ રોકવું એ મોટો મુદ્દો નથી, પૈસાથી સામાન લોકો સુધી પહોંચતા નથી
- પ્રવાસી મજૂરોને બીજા રાજ્યોમાં ફસાયેલા છે, તે મોટો મુદ્દો છે
- કોરોના કન્ટ્રોલ કરી શકાશે નહીં, તેને માત્ર મેનેજ કરી શકાય તેમ છે
- 20 ટકા સૌથી વધુ ગરીબ લોકોને મદદ મળે, તેમને ડિરેક્ટ પૈસા આપવામાં આવે
- સરકાર ઇચ્છે તો કોંગ્રેસની ન્યાય યોજનાનું નામ બદલીને તેનો ઉપયોગ કરી શકે છે