મહારાષ્ટ્રમાં 21 ઓક્ટોબરના રોજ યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા યવતમાલ જિલ્લામાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, વડાપ્રધાન મોદી મિશન ચંન્દ્રયાન અને કાશ્મીરમાં ધારા 370ના અનુચ્છેદને લઈ બોલી રહ્યા છે, પણ ખેડૂતો અને બેરોજગારો જેવી સામાન્ય લોકોની વાત પર ચૂપ રહે છે.
તેમણે દાવો કર્યો હતો કે, જીએસટી અને નોટબંધીએ નાના અને મધ્યમ ઉદ્યોગ, ખેડૂતો, મજૂરો અને ગરીબ વર્ગના લોકોની કમર તોડી નાખી છે. જ્યાં સુધી મોદી સરકાર સત્તામાં છે, ત્યાં સુધી બેરોજગારની સમસ્યા દેશમાં સતત રહેશે. 6 મહિનામાં હજૂ પણ આ બેરોજગારી વધશે.
કોર્પોરેટ ટેક્સમાં છૂટ આપવાના સરકારના નિર્ણયની નિંદા કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, અમુક ઉદ્યોગપતિઓનો ફાયદો કરાવ્યો, પણ સમાજના ગરીબ વર્ગને નહીં. તેમણે વધુમાં જણાવ્યું કે, સરકાર બંદર, એર ઈન્ડિયા, ખાણ, સાર્વજનિક સંસ્થાઓમાં ખાનગીકરણ કરી રહ્યું છે. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે, મોદી અદાણી અને અંબાણી માટે કામ કરે છે. એક ખીસ્સાકાતરુની માફક, જે ચોરી કરતા પહેલા લોકોનું ધ્યાન ભટકાવે છે. જેથી તમારા રુપિયા તે અમુક ઉદ્યોગપતિઓને આપી શકે.
તેમણે આગળ જણાવ્યું કે, મહાત્મા ગાંધીએ ગ્રામિણ રોજગાર ગેરેન્ટી-મનરેગા, ભોજન અધિકાર, ભૂમિ અધિગ્રહણ અને જનજાતિ કાનૂનમાં સંશોધન કર્યું, પણ સરકારને જીએસટીમાં સંશોધન મંજૂર નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે, દેશની અર્થવ્યવસ્થા ઉદ્યોગપતિઓ દ્વારા નહીં, પણ ખેડૂતો, મજૂરો અને મધ્યમ વેપારીઓ દ્વારા ચાલે છે. તેમણે કહ્યું કે, જ્યારે ગરીબોને રુપિયા મળે છે. તો તે ખરીદી કરે છે. જ્યારે માગ વધે છે, તો ઉત્પાદનમાં પણ ફાયદો થશે.
કોંગ્રેસ નેતાએ જણાવ્યું હતું કે, ન્યાય યોજના અર્થવ્યવસ્થાને ગતિ આપે છે. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે, મનરેગાનું વાર્ષિક બજેટ 35 હજાર કરોડ રુપિયા છે અને મોદી સરકારે એક દિવસમાં જ 1.25 લાખ કરોડ રુપિયા કોર્પોરેટ ટેક્સ માફ કરી દીધો.
વધુમાં તેમણે રાજનાથ સિંહ દ્વારા ફ્રાન્સમાં રાફેલ વિમાનની પૂજાના સંદર્ભમાં જણાવ્યું કે, વિમાનના કરારમાં 35 હજાર કરોડ રુપિયા ચોરી લીધા. મીડિયા આ બાબતે નહીં લખે, કારણ કે તેમને ઉદ્યોગપતિઓ દ્વારા નિયંત્રિત કરવામાં આવ્યા છે. તમારા પૈસા મીડિયાને આપવામાં આવે છે. જેને કારણે મીડિયા મોદીનો પ્રચાર કરી રહી છે.
રાહુલ ગાંધીએ અહીં મતદારોને જણાવ્યું કે, મહારાષ્ટ્ર પાસે મોકો છે કે, કોંગ્રેસ-એનસીપીને મત આપી આ સમસ્યોઓમાંથી છૂટકારો મેળવી શકો છો. અમે એક એવી સરકાર લાવીશું. જેમાં ગરીબો, ખેડૂતો, નાના અને મધ્યમ કારોબારીઓ માટે કામ કરશે.