તિરૂવનંતપુરમઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી કેરળના વાયનડ જિલ્લાના કલપેટ્ટામાં ગુરૂવારના રોજ "સંવિધાન બચાવો માર્ચ"નું નેતૃત્વ કરશે. પાર્ટી સૂત્રો મુજબ, વાયનાડ સીટથી લોકસભા સભ્ય ગાંધી કલપેટ્ટામાં એક સ્કૂલથી નવા બસ સ્ટેન્ડની વચ્ચે લગભગ બે કિલોમીટર સુધી માર્ચનું નેતૃત્વ કરશે.
આ માર્ચ શહીદ દિવસની પૂર્વ સંધ્યા પર આયોજીત કરવામાં આવ્યું છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રેલી બાદ પાર્ટીના કાર્યકર્તાઓને પણ સંભોધિત કરશે. કોંગ્રેસ છેલ્લા કેટલાક દિવસોથી પોતાના સાંસદો, ધારાસભ્યો અને સ્થાનિક નેતાઓના નેતૃત્વમાં ચાલી રહેલા CAAના વિરૂદ્ધ માર્ચનું રાજ્યમાં આયોજન કરી રહ્યાં છે.
વાયનાડમાં "સંવિધાન બચાવો માર્ચ" થશે. જોકે રાજ્યના 13 જિલ્લાઓમાં યૂનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ લોકોને જોડી ભારતનો નક્શો બનાવશે.