ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ વિશે કથિત રીતે આપત્તિજનક પોસ્ટ જાહેર કરનાર યુવકને સુપ્રીમ કોર્ટે મુક્ત કરવાનો આદેશ જાહેર કર્યો છે. પરંતુ પ્રશાંત વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. આ સંપૂર્ણ બાબતે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ CM યોગી પર તીખો કટાક્ષ કર્યો છે.
રાહુલ ગાંધીએ કહ્યું છે કે, "UPના CM યોગી આદિત્યનાથ મૂર્ખતાપૂર્ણ રીતે વ્યવ્હાર કરે છે. રાહુલે કહ્યું, પોતાની તરફેણમાં ટ્વીટ કરે છે, જો મારા વિરુદ્ધ RSS-BJP દ્વારા દુષ્પ્રચાર ચલાવવા અને ખોટા રિપોર્ટ ચલાવવા બદલ જો પત્રકારોને જેલ કરાવવામાં આવશે તો ખૂબ મોટા પ્રમાણમાં અખબાર અને ન્યૂઝ ચેનલને કર્મચારીઓની અછત ભોગવવી પડશે"
રાહુલે કહ્યું કે, ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન મૂર્ખતા પૂર્ણ રીતે વ્યવ્હાર કરે છે. ધરપકડ કરવામાં આવેલા પત્રકારોને મુક્ત કરવા જોઇએ.