કોંગ્રેસ પાર્ટીના 135માં સ્થાપના દિવસે એક કાર્યક્રમમ યોજાયો હતો, ત્યારે રાહુલ ગાંધીએ પાર્ટીના કાર્યાલયમાં સંવાદદાતા સાથે થોડા સમય પહેલા વાયરલ થયેલા PMના વીડિયો વિશે વાત કરી હતી. તેમજ તેમણે આ અંગે ટ્વીટર પર પોસ્ટ પણ કરી હતી.
પોસ્ટમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, "તમે વડાપ્રધાન મોદીનું ભાષણ સાભળ્યું. શું તમે ડિટેન્શન સેન્ટરનો વીડિયો જોયો??"
આ પહેલા રાહુલ ગાંધીએ ગુરુવારના દિવસે વડાપ્રધાન મોદી પર ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, RSSના વડાપ્રધાન ભારત માતાને જૂઠ્ઠં બોલી રહ્યાં છે. ત્યારબાદ તેમણે આસામના ડિટેન્શન સેન્ટર અંગેના મુદ્દામાં પણ PMને લઈ ટ્વીટ કર્યુ હતું અને તેઓ જૂઠ્ઠં બોલી રહ્યાં હોવાનું જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ વડાપ્રધાન મોદીએ દિલ્હી રામલીલા મેદાનમાં રેલીમાં કહ્યું હતું કે, "દેશમાં ડિટેન્શન સેન્ટર લઈને ફેલાવાતી ખબરો અફવા છે."
આ ઘટના બાદ કોંગ્રેસ નેતાએ એક માહિતી રજૂ કરી હતી. જેના પ્રમાણે આસામમાં ડિન્ટેન્શન સેન્ટર છે.
છેલ્લા કેટલાય દિવસથી ડિટેન્શન સેન્ટરના મુદ્દાને લઈને રાજકારણ ગરમાયું છે. દેશભરમાં તેની ચર્ચા થઈ રહી છે, ત્યારે ડિટેન્શન સેન્ટર વિશે પ્રાથમિક માહિતી હોવી અનિવાર્ય બને છે.
- શું છે ડિટેન્શન સેન્ટર ??
ગેરકાયદેસર રીતે દેશમાં આવેલાં શરણાર્થીઓની અટકાયત કરીને તેમને રાખવામાં આવતું કેન્દ્ગ.
- ડિટેન્શન સેન્ટરનો કાયદો....
ધ ફોરેનર્સ એક્ટ 1946 સેક્શન 3(2) હેઠળ કેન્દ્ર સરકાર પાસે ભારતમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતાં વિદેશી નાગરિકોને દેશ બહાર કરવાનો અધિકાર છે. આસામમાં વર્ષ 2012માં 3 જિલ્લાઓની અંદર ડિટેન્શન સેન્ટર બનાવવામાં આવ્યાં હતાં.
આ કાયદા પ્રમાણે જ્યાં કોઈ નાગરિક પોતાની નાગરિતા સાબિત ન કરી દે ત્યાં સુધી જ રહી શકે છે. પણ જો તે નાગરિકતા સાબિત ન થાય તો તેને દેશ બહાર કરવામાં આવે છે.