નવી દિલ્હી: દેશમાં વધી રહેલી બેરોજગારી વિશે રાહુલે ટ્વીટ કર્યું હતું અને કહ્યું કે,"1 નોકરી, 1000 બેરોજગાર, ક્યા કર દીયા દેશ કા હાલ." રાહુલે વધુમાં કહ્યું કે, સરકારી પોર્ટલ પર એક અઠવાડિયામાં 7 લાખ લોકોએ નોકરી માટે આવેદન કર્યું છે.
20 ઓગસ્ટે રાહુલ ગાંધીએ દાવો કર્યો કે, મોટી સંખ્યામાં નાના અને મધ્યમ વ્યવસાય બંધ થઇ ગયા છે. તેમણે કહ્યું કે, ઇતિહાસમાં આવું પ્રથમ વખત બન્યું છે કે, જ્યારે દેશ પોતાના યુવાનોને રોજગારી નથી આપી શક્યો. રાહુલે એક વર્ચુઅલ પ્રેસ પરિષદમાં કહ્યું કે, અસંગઠિત ક્ષેત્રો દેશમાં 90 ટકા રોજગાર માટે જવાબદાર છે. તેમણે દાવો કર્યો છે કે, કેટલાક કારોબાર ટૂંક સમયમાં બંધ થઇ જશે, જેથી બેરોજગારી સંકટ ઉભું થશે. અગાઉ રાહુલે કહ્યું હતું કે, છેલ્લા 4 મહિનામાં લગભગ 2 કરોડ લોકોએ નોકરી ગુમાવી છે. 2 કરોડ પરિવારોનું ભવિષ્ય અંધકારમાં છે.