ETV Bharat / bharat

રાહુલ ગાંધીએ વાયનાડમાં દર્દીઓને મદદની આપી ખાતરી - કોવિડ 19

કોંગી નેતા રાહુલ ગાંધીએ તેમના મત વિસ્તાર વાયનાડમાં દર્દીઓને મદદની ખાતરી આપી છે. મળતી મહિતી મુજબ રાહુલ ગાંધીએ 1000 લોકોએ તેમની તબીબી સારવાર માટે મદદ કરવા જણાવ્યું છે.

Etv Bharat, Gujarati News, Rahul Gandhi, Covid 19
Rahul Gandhi assures help to patients in Wayanad
author img

By

Published : Apr 29, 2020, 3:46 PM IST

નવી દિલ્હીઃ કોંગ્રેસના નેતા અને વાયનાડના સાંસદ, રાહુલ ગાંધીએ તેમના મત વિસ્તારમાં પાર્ટીના સ્થાનિક નેતાઓ સાથે વાતચીત કરી અને કોવિડ 19 લૉકડાઉન દરમિયાન પરિસ્થિતિનો ભાગ લીધો હતો.

મંગળવારે સાંજે થયેલી વીડિયો કોન્ફરન્સ દરમિયાન, સ્થાનિક નેતાઓએ કિડની અને યકૃત રોગ જેવી લાંબી બિમારીઓથી પીડાતા દર્દીઓની સ્થિતિનો મુદ્દો ઉઠાવ્યો હતો.

પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે, રાહુલ ગાંધીએ આ દર્દીઓ માટે મદદની ખાતરી આપી અને કહ્યું કે, તેઓ આવા દર્દીઓની સારવારની કાળજી લેશે. વધુમાં કોંગી નેતાએ એક હજાર લોકોને તેમની તબીબી સારવાર માટે મદદ કરવાની ખાતરી આપી છે.

આ અગાઉ રાહુલ ગાંધીએ તેમના મત વિસ્તારમાં થર્મલ સ્કેનર્સ અને પીપીઇ કિટ મોકલી હતી અને કલેક્ટર એડિલા અબ્દુલ્લા અને જાફર મલિક સાથે વાત કરી હતી. કોંગ્રેસના સાંસદે પણ તેમના MPLAD ફંડમાંથી નાણાં ફાળવ્યા છે. રાહુલ ગાંધી વધુ પરીક્ષણો યોજવા પર ભાર આપી રહ્યા છે.

તેમણે ગ્રીન ઝોનમાં આર્થિક પ્રવૃત્તિ શરૂ થઈ શકે તેમ હોવાથી લોકડાઉન હળવું કરવાનું સૂચન પણ કર્યું છે. રાહુલે "વન-સાઇઝ ફિટ ઓલ લૉકડાઉન" માટે કેન્દ્રની ટીકા કરી હતી, જેણે "લાખો ખેડુતો, પરપ્રાંતિય મજૂરો, દૈનિક વેતન અને ધંધા માલિકોને અનિશ્ચિત દુઃખ અને વેદના આપી છે".

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.