પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે શનિવારના રોજ અહીં કહ્યું હતું કે, કોંગ્રેસના નેતૃત્વવાળા યુપીએના સંમેલનમાં કહ્યું હતું કે, તમે દેશભરમાં વધતી હિંસાની ઘટનાઓ જોઈ.અરાજકતા, મહિલાઓ વિરુદ્ધ છેડછાડના કિસ્સાઓ વધી રહ્યા છે.દરરોજ આપણે વાંચીએ છીએ કે, છોકરીઓ સાથે દુષ્કર્મ થયાં. છેડછાડ કરવામાં આવે છે. લઘુમતી અને દલિત સમુદાય વિરુદ્ધ ગુનાનું પ્રમાણ વધ્યું છે.
વડાપ્રધાન મોદી પર આક્ષેપ
રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર આક્ષેપ કરતા કહ્યું કે, દેશમાં વધતી અરાજકતા માટે સંસ્થાગત ઢાંચાને તોડી પાડવું છે. આવું એટલા માટે બની રહ્યું છે કે, સત્તામાં જે વ્યક્તિ બેઠા છે તે હિંસા અને સત્તાના વિવેકહીન ઉપયોગમાં વિશ્વાસ રાખે છે.
તેમણે આગળ જણાવ્યું હતું કે, દુનિયા ભારત સામે જોતું હતું કેમ કે, તેને અહીંયા દિશા મળતી હતી, પણ હવે આપણી સામે જોવે છે અને કહે છે કે, આ દેશ એ પણ નથી જાણતો કે મહિલા સાથે કઈ રીતે વ્યવહાર કરાય.
રાહુલ ગાંધીનું આ નિવેદન ઉન્નાવ રેપ પીડિતાને જીવતી સળગાવી દઈ દિલ્હીમાં થયેલા મોત અને હૈદરાબાદમાં ઘટના પર આપ્યું છે.
વાયનાડથી સાંસદે કહ્યું હતું કે, દેશની સૌથી મોટી શક્તિ તેની અર્થવ્યવસ્થા હોય છે, હવે આ સૌથી મોટી નબળાઈ થઈ ગઈ છે. તેમણે વડાપ્રધાન મોદી પર આરોપ લગાવતા કહ્યું કે, તેમની પાસે દેશને આગળ લઈ જવાની કોઈ યોજના જ નથી.