નવી દિલ્હી: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લદાખની ગલવાન ઘાટીમાં શહીદ થયેલા જવાનોના સન્માનમાં આ વખતે જન્મદિવસ નહીં ઉજવવાનો નિર્ણય કર્યો છે.
પાર્ટી સૂત્રોના જણાવ્યા અનુસાર રાહલ ગાંધીની ઇચ્છાનુસાર પાર્ટી હાઇ કમાન્ડે તમામ રાજ્ય, જિલ્લા અને બ્લોક એકમોને નિર્દશ આપ્યો છે કે, 19 જૂને કોંગ્રેસ નેતા અને કાર્યકર રાહુલ ગાંધીના જન્મદિવસ પર કોઇ કેક નહીં કાપે તેમજ ક્યાંય સૂત્રોચ્ચાર નહી કરે.
કોંગ્રેસના એક સૂત્રના જણાવ્યા અનુસાર પાર્ટી સંગઠનના મહાસચિવ કેસી વેણુગોપાલ તરફથી પ્રદેશ અધ્યક્ષો, પ્રભારી , ધારાસભ્ય પક્ષના નેતાઓ, પાર્ટીના મોરચાના સંગઠનો અને વિભાગોને મોકલવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, શુક્રવારે નેતા અને કાર્યકર્તા ગલવાન ઘાટીમાં શહીદ થયેલા જવાનોના સન્માનમાં બે મિનિટનું મૌન પાળે. આ સાથે પાર્ટીએ કહ્યું કે, કોરોના સંકટના કારણે મુસીબતનો સામનો કરતા ગરીબોની મદદ કરવામાં આવે.
ઉલ્લેખનીય છે કે, શુક્રવારે રાહુલ ગાંધી 50 વર્ષના થશે. તેનો જન્મ 19 જૂન 1970માં થયો હતો.