અંબાણીના જણાવ્યા અનુસાર કંપની સંબધિત તમામ ટેક્સ વિવાદ નિયમો મુજબ ઉકેલવામાં આવ્યા છે. આ સુવિધા ફ્રાન્સમાં રજીસ્ટર્ડ કોઈ પણ કંપનીને મળે છે. આમા પક્ષપાત શોધવો ઠીક નથી. આરકોમે સમગ્ર પ્રક્રિયામાં કોઈ જ અનિયમિતતા રાખી નથી.
રક્ષા મંત્રાલયે આ આરોપોને ધરમૂળમાંથી કાઢી નાખ્યો છે. મંત્રાલયે કહ્યું હતું કે, રાફેલ ડીલ અને ટેક્સ બંને અલગ અલગ બાબત છે. બંનેને એક સાથે જોવું યોગ્ય નથી. આવું કરવું ધ્યાન ભટકાવવા બરોબરા છે. મંત્રાલયે કહ્યું હતું કે, ન તો ટેક્સમાં સમય અને છૂટમાં વર્તમાન સરકારનો કોઈ હાથ નથી.
જ્યારે આ રિપોર્ટમાં દર્શાવ્યા પ્રમાણે કોંગ્રેસનું કહેવું છે કે, આ મોદી કૃપા છે.
અખબારના જણાવ્યા પ્રમાણે 14.37 કરોડ યૂરો(1182) કરોડ રુપિયાનો ટેક્સ માફી આપી છે. અખબારે દાવો કર્યો હતો કે, રિલાયંસ ફ્લેગ અટલાંટિક ફ્રાન્સે 14.37 કરોડ યૂરો ટેક્સની માંગ કરી હતી પણ આ મામલે 73 લાખ યૂરોમાં સમજાવટ પતી હતી.