જમ્મુ કાશ્મીરમાંથી ધારા 370 હટાવ્યા બાદ અનેક પરિવર્તનો આવી રહ્યાં છે. આજથી જમ્મુ કાશ્મીર અને લદ્દાખને કેન્દ્રશાષિત પ્રદેશ બનાવાયા છે. તો બીજી બાજુ જમ્મુ, શ્રીનગર અને લેહમાં રેડિયો સ્ટેશનના નામ બદલવામાં આવ્યા છે.
આજથી આ સ્ટેશનોને ઓલ ઈન્ડિયા રેડિયો જમ્મુ, ઓલ ઈન્ડિયા રેડિયો શ્રીનગર અને ઓલ ઈન્ડિયા લેહ નામ તરિકે ઓળખવામાં આવશે. હવે જમ્મુ કાશ્મીરમાં રેડિયો કાશ્મીરમાં રેડિયો કાશ્મીરના બદલે ઓલ ઈન્ડિયા રેડિયોનું પ્રસારણ થશે.