અમેરિકામાં ગેરલાયક રહેવા જેવા નિયમોથી એક નિશ્ચિત સમય સુધી અમેરિકામાં એન્ટ્રી કરતાં રોકી શકે છે. અમેરિકામાં ભણતા 2 લાખથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ માટે આ સારા સમાચાર છે. નિયમ પ્રમાણે અમેરિકા જવા માટે પહેલા જે-તે વ્યક્તિએ 180 દિવસથી વધુ સમય સુધી ગેરકાનુની વસવાટ કરેલ હશે તો વ્યક્તિને આવનારા 3 વર્ષ સુધી અમેરીકામાં આવતા રોકી શકાશે, જ્યારે અમેરિકામાં 1 વર્ષથી વધુ સમય સુધી ગેરકાનુની રીતે વસવાટ કરનાર વ્યક્તિને 10 વર્ષ સુધી અમેરિકામાં એન્ટ્રી કરતા રોકી શકે છે.
નોકરી બદલવાનો પ્રયત્ન કરતાં વિદ્યાર્થીઓ પર અમેરીકામાં લાગી શકે છે પ્રતિબંધ
નવા નિયમો પ્રમાણે અમેરિકામાં નોકરી બદલતાં ભારતીય વિદ્યાર્થીઓના અમેરિકામાં પ્રતિબંધ લાગી શકે છે, જ્યારે પહેલાના નિયમો અનુસાર ભારતીય વિદ્યાર્થીના વિઝા પૂર્ણ થઇ અથવા તો અભ્યાસ પૂર્ણ થઇ જાય તો 6 મહિના સુધી અમેરિકામાં વસવાટ કરી શકતા હતા, પરંતુ આ નવા નિયમથી તે થઇ શકશે નહી. જેથી ગેરકાનુની રીતે અમેરિકામાં વસવાટ કરતા ભારતીયોની સંખ્યામાં વધારો થશે.
નવો નિયમ વર્તમાન પૉલીસીને ખરાબ કરી રહ્યા છે
અમેરીકાનો ઉદ્દેશ આંતરરાષ્ટ્રીય વિર્ધાર્થીઓના અધિકારો સુરક્ષિત કરવાનો છે, પરંતુ USCIS ની આ નવી પૉલીસી બે દશકાથી ચાલી રહેલ ઇમીગ્રેશનની પ્રક્રિયાને ખરાબ કરી છે. જે ગેરકાનુની છે.